________________
પ્રકરણ ચોથું. ૪.
વિકલ્પથી ઉત્પન્ન થતું દુખ. विकल्पजालवाला-निर्गतोय सदा सुखी,
आत्मा तत्र स्थितो दुःखी-त्यनुभूयप्रतीयतां ॥ १ ॥
વિકલ્પના સમૂહરૂપ કાદવમાંથી નીકળેલ આ આત્મા સદા સુખી છે, અને તે વિકલ્પની જાળમાં રહેલે આત્મા સદા દુઃખી છે આ વાતનો અનુભવ કરીને ખાત્રી કરે.” અમને તે ખાત્રી છે જ પણ જેને ખાત્રી ન થતી હોય તેમણે જાતે અનુભવ મેળવી નિશ્ચય કરો.
વિકલ્પ કરવા તે મનને ધર્મ છે. આત્માને ધર્મ તેને જાણવાને છે. આત્મા જ્ઞાતા દૃષ્ટારૂપ પિતાના ધર્મમાં–પિતાના સ્વભાવમાં રહેતો સુખી થાય છે પણ મનના ધર્મમાં માથું મારવા જાય, પારકી વસ્તુને પોતાની કરવા જાય છે ત્યાં માર ખાય એ સ્વાભાવિકજ છે. દરેક મનુષ્ય પિને પોતાના સ્થાનમાંજ શેભા પામે છે. સ્થાનથી ભ્રષ્ટ થતાં સન્માન પામતો નથી. આ વ્યવહારૂ બાબત જેટલી સાચી છે તેટલી જ આત્માના સબંધમાં પણ સાચી છે. આત્મા પિતાનાં સ્વરૂપમાં હોય તે વખતે એ વિશ્વનો બાદશાહ છે. જડ સ્વભાવવાળી માયાએ, તે વખતે તેના ચરણમાં શિર નમાવવું જ જોઈએ. પણ
જ્યારે આત્મા પોતાના સ્થાનથી પતિત થઈ જડ માયામાં સુખ માની તે લેવા ઘરની બહાર નીકળે છે તે વખતે, પ્રથમ મન અનેક વિક
ની જાળ તેની આગળ પાછળ ઉભી કરીને, આ સારું, આ નઠારું, આ મારૂ, આ પારકુ, આ જોઈએ, આ ન જોઈએ, ઈત્યાદિ રાગ કેવવાળા વિકલ્પની જાળમાં ફસાવે છે, આત્મ ભાન ભૂલાવે છે. જ્ઞાતા