________________
અને જેતા હોવાથી આ વિશ્વના કોઈપણ પદાર્થો તેને પિતા તરફ આકર્ષી શક્તા નથી. દેવ અને દેવાંગનાઓ, સુંદર પુરૂષો અને સ્ત્રીઓ, મેહક પશુ પક્ષીઓ, તેઓની સ્થિતિ, ગતિ, વચન, નૃત્ય, સમજ શક્તિ અને શૃંગારાદિ એ સર્વને નાટક સમાન ગણીને, પોતાના જ્ઞાતા દૃષ્ટા પણને કર્તા ભોક્તા થવાના રૂપમાં ખંડિત થવા દેતા નથી.
સભામાં બેઠેલા ઈન્દ્રને અને ચક્રવર્તીને દેખીને તેની આ વિભાવ દશાની આસક્તિ માટે જ્ઞાનીઓને તેના ઉપર દયા આવે છે. રૂપાદિ ગુણવાન સ્ત્રીઓના પરિવારમાં બેઠેલા ઈન્દ્રાદિકને દેખીને આત્મભાન ભૂલવા માટે ઘેણું ઉત્પન્ન થાય છે, ઈન્દ્રિયેના સુખનું સ્મરણ થતાં આત્મજાગૃતિને નાશ થતે જોઈને તેમને અતિકષ્ટ થાય છે. આવા મહાત્માઓ તત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ટ હેય છે.
તેવામહાત્માએ એકાંતમાં બેસીને ઈન્દ્રિયોથી ઉત્પન્ન થતા સુખની અને આત્મ સ્થિરતામાંથી પ્રગટ થતા સુખની સરખામણી
જ્યારે કરે છે ત્યારે તેમને એટલું બધું આંતરૂ દેખાય છે કે જ્યાં ઝાડનાં પાંદડાની બનાવેલી ઝુંપડી અને કયાં બાદશાહી મહેલ, ક્યાં કેરડાનું ઝાડ અને ક્યાં કલ્પવૃક્ષેની ઘટા, ક્યાં કે હાયેલી કાંજી અને કયાં અમૃતરસનું પાન, કયાં પથ્થર અને કયાં સોનું ! આમ બન્નેના વચમાં મહાન અંતર દેખાય છે.
કેટલાક આત્મ જાગૃતિ વિનાના છે રાજાદિકની વાર્તાઓમાં વિષય રતિની ક્રીડાઓમાં, આપસઆપસના કલેશમાં, ધન પ્રાપ્તિની ચિંતામાં, સંતાનની ઉત્પત્તિના ઉપાયોમાં, બાગબગીચાઓ બનાવવાના વિચારમાં, ગાય, બળદ, ઘોડા પ્રમુખ ઉછેરવાની પ્રવૃત્તિમાં, અન્યની સેવા કરી કરવામાં, કેટલાક લાંબે વખત નિદ્રા લેવામાં, ઔષાદિની શોધમાં,