________________
ગૌણ તરીકે મદદગાર હોય છે. એટલે મૂળ ઉપાદાન કારણ એક હેય છે અને નિમિત્તે કારણે અનેક હોય છે તે બન્નેની મદદથી કાર્ય સિદ્ધ થાય છે. આંહી આત્મા એજ પરમાત્મા થાય છે એટલે આત્માનું સ્મરણ કરવું, દરેક ક્ષણે આત્માકારે પરિણમવું એ ઉપાદાન કારણ હોઈ તે મુખ્ય છે, અને હૃદયની વિશુદ્ધિ કરવા માટે અનેક નિમિત્ત કારણેની જરૂરીઆત રહે છે.
ઉપર આનંદ સ્વરૂપ શુદ્ધ આત્મા હું છું—એનું સ્મરણ કરવાનું બતાવી હૃદય વિશુદ્ધિમાં ઉપયોગી બીજાં સાધને બતાવે છે કે, તમે જિનેશ્વર ભગવાન કે જે શુદ્ધ આત્માને આદર્શ છે તેના જેવું તમારે થવાનું છે; તેનું સ્નાન કરે, તેમની પૂજા કરે, તેમના ગુણની સ્તુતિ કરો, તેમના નામનો જાપ કરે, તેમનુ મદિર બંધાવે, સાધુ સંતો ને દાન આપ, આત્મ જાગૃતિ થાય તેવું જ્ઞાન ભણે, ઇધિને જય કરે. ગૃહસ્થનાં વ્રત અથવા ત્યાગ માર્ગનાં પ્રતિ ગ્રહણ કરે, બ્રહ્મચર્ય પાળો, તીર્થ ભૂમિમાં પ્રવાસ કરે, સંયમ પાલન કરે, ધ્યાન કરે, ક્ષમાદિ દશ પ્રકારનો ધર્મ પાળે. ” આ સર્વ શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં મદદગાર ઉપાય છે,
દેવ, ગુરૂ,જ્ઞાન, તીર્થ અને પ્રભુની આકૃતિ આ શુદ્ધ આત્માનું ધ્યાન ધરવામાં ઉપયોગી સાધનો છે, માટે બુદ્ધિમાનોએ વારંવાર તેની સેવા કરવી.
શુદ્ધ, આત્માનું સ્મરણ કાયમ બન્યું રહે તે માટે તેમાં વિન રૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને લાગણીઓને ત્યાગ કરવો અને આત્માને હિતકારી દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવવાળાં સાધનો ગ્રહણ કરવાં. આ શુદ્ધ આત્માના અખંડ સ્મરણ માટે જ્ઞાની પુરૂષો સર્વત્ર નિસ્પૃહ થઈને
.
.