________________
એ આત્માને સ્વભાવ પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત થયેલ છે. અન્ય સર્વ દ્રવ્યોથી તે મુક્ત હોવાથી શુદ્ધ છે. નિર્મોહી મનુષ્યોને તે ઘણી સહેલાઈથી પ્રાપ્ત થવા ગ્ય છે. મેહવાળાં પ્રાણીઓ આ આત્માને મેળવી કે અનુભવી શકતા નથી. આ આત્માની આદિ નથી, તેમ તેને નાશ પણ નથી. અપેક્ષાએ સ્થિતિ ઉત્પત્તિ અને વ્યય સ્વરૂપ છે. આત્મા
જ્યારે કોઈ વસ્તુને પિતાના જ્ઞાનદ્વારાએ જુવે છે ત્યારે આ જેવારૂપ ઉપગે પરિણમવું તે રૂપે તેની ઉત્પત્તિ છે. જાણવા ઉપગમાંથી ખસીને જેવા રૂપ ઉપયોગે પરિણમવું તે તે સ્થિતિને વ્યય નાશ છે. અને જેવા તથા જાણવાના બન્ને ઉપયોગમાં પોતાની હૈયાતિ હેવી તે તેની સ્થિતિ છે. એમ ઉપયોગની અપેક્ષાએ આત્મા ઉત્પન્ન થાય છે. પૂર્વ ઉપગે નાશ પામે છે અને સ્વ સ્વરૂપે કાયમ ટકી રહે હોવાથી આત્મા અમર છે. ઉપયોગ બે પ્રકારના છે. એક સાકાર ઉપચાગ અને બીજે નિરાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ તે જ્ઞાન છે. નિરાકાર ઉપયોગ તે દર્શન છે. આત્મા જ્ઞાનદ્વારા પોતાની વિશ્વ પ્રકાશક શક્તિરૂપે પ્રકાશે છે તે જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાનદ્વારા આ વિશ્વને જાણે છે. વિશેષ પ્રકારે જાણવુ તે જ્ઞાન છે. સામાન્ય પ્રકારે જાણવુ તે દર્શન છે. અથવા સ્વ પરસ્વરૂપ વિશ્વ છે તે જ્ઞાનથી જાણવામાં આવે છે. ત્યારે નિરાકાર સ્વરૂપ દર્શન ઉપયોગે આત્મા પોતાના સ્વરૂપમાં લીન રહે છે.
- ત્યાં સુધી કર્મની સાથે તે જોડાયેલો રહે છે ત્યાં સુધી તે અશુદ્ધ છે અને કર્મથી મુક્ત થતાં તે શુદ્ધ થાય છે. આ વ્યવહારૂ દષ્ટિ છે. ખરી રીતે સત્તાગત તેના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. જેમ કે દુધની અંદર પાણી ભેળવવામાં આવ્યું હોય છતાં જે દુધના પરમાણુ છે તે દુધનાં છે અને પાણીનાં પરમાણુ છે તે પાણીના જ છે. દુધ પાણી