________________
ॐ अर्हनमः આત્માવિશુદ્ધિ.
પ્રકરણ પહેલું. ૧.
શુદ્ધ આત્મા. अर्थान यथास्थितान सर्वान, समं जानाति पश्यति । निराकुलो गुणी योऽसौ, शुद्धचिद्रूप उच्यते ॥ १ ॥
“વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોને. જેવી રીતે છે તેવી રીતે બરાબર જે જાણે છે અને જુએ છે, તે વ્યાકુલતા વિનાના અને ગુણ આત્માને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવે છે.”
શુદ્ધ આત્મા સત્તામાંથી પિતાના ખરા સ્વરૂપમાં પ્રકાશિત થાય છે ત્યારે તે દેહ અને કર્મનાં કઈપણ અણુઓથી વિંટાએલે હોતે નથી. તે એકી વખતે આ વિશ્વને જાણે છે અને જુએ છે. વિશ્વના તમામ પદાર્થોને તેના ખરા સ્વરૂપમાં જાણે છે. તે સ્પર્શ, રસ, ગધ, વર્ણઅને શબ્દરહિત હોવાથી નિરજન છે. ઈન્દ્રિયો તેને કેઈપણ રીતે ગ્રહણ કરી શકતી નથી. પિતાના અનુભવથી જ તે જાણી શકાય છે. તે શુદ્ધ આત્માને ત્યાગ કરવા ગ્ય, ગ્રહણ કરવા યોગ્ય કે જાણવા ચોગ્ય કાંઈ બાકી રહેતું નથી. તેને હવે ધ્યાન કરવા યોગ્ય કઈ ચેય નથી, કેમકે પિતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ ગયું છે, તેનાથી આગળ કોઈ ભૂમિકા ન હોવાથી તે સર્વથી ઉત્કૃષ્ટ તત્ત્વ છે. જ્ઞાતા અને દા