________________
૩
ચતું નથી અને પાણી છે તે દુધ થતું નથી. હસની ચાંચ લાગતાંજ દુધ અને પાણી હતાં તેમ જુદાં થઇ જાય છે. તેમ આત્મા અને કર્મનાં અણુ અનુભવ જ્ઞાન થતાં પાતપાતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઇ રહે છે. અથવા લાહુ અગ્નિમાં પડવાથી લાલચેાળ જેવું થઈ રહે છે, એકરૂપ થઈ જાય છે, લાહુ અને અગ્નિ એ વખતે જુદાં ન પાડી શકાય તેવાં લાગે છે છતાં બન્ને પાતપાતાના સ્વભાવમાં જુદાજ છે અને વિશેષ પવન લાગવાથી ધીમે ધીમે અગ્નિના પરમાણું લાઢાથી અલગ થઈ જાય છે અને બાકી જેવું હતું તેવું લેાહુજ પડયું રહે છે. અથવા પાણી નાખવાથી અગ્નિનાં ઉષ્ણુ પરમાણુ હવામાં ઉડી જાય છે અને લાલુ જીંદુ થઈ રહે છે. અથવા એક રત્ન છે, તેના ઉપર રેશમી કપડું લપેટયું, તેને દેરેથી બાંધી એક નાની ડખીમાં મૂક્યું, ખી નાની પેટીમાં મૂકી, નાની પેટી એક મેટી પેટીમાં મૂકી, મેાટી પેટી તેજુરીમાં મૂકી, તેત્તુરી એરડામાં મૂકી,એરડા ઘરની અંદર આવ્યા છે ત્યાં તાળુ વાસ્તું, હવે વિચાર કરતાં સમજાશે કે તે રત્નની ઉપર ઘણાં આવરણા આવેલાં છે છતાં રત્ન જ્યાં છે ત્યાં તે જેમ છે તેમજ છે, નથી તેમાં ઘટાડા થયા કે નથી તેમાં ફેરફાર થયા. જેવું પ્રથમ પ્રગટ હતુ તેવુંજ બધન વખતે પણ છે; તેમજ આત્મા સત્તાગતે જેવા છે તેવાજ પ્રગટ થાય છે ત્યારે પણ છે. ફેરફાર એટલા થાય છે કે જેવું બાહાર પ્રગટ રત્ન દેખાય છે તેવું આ દૃષ્ટિએ સત્તામાં પડેલું દેખી શકાતું નથી, એટલા માટેજ તે રત્ન ઉપરનાં આવરણો દૂર થાય તેા પ્રત્યક્ષ અનુભવ અને ઉપયાગ થઈ શકે છે. તેમજ સત્તાગત આત્મા પ્રગટ થાય તા આનદરૂપે તેને અનુભવ થાય છે અને કર્મબંધનાને લઈને વારવાર અશાંતિ, જન્મ મરણુ કરવાં પડે છે તે અધ થઈ જાય છે.