________________
સાત ધાતુના બનેલા આ અચેતન દેહની અંદર રહેવા છતાં કર્મનાં આવરણ દૂર થતાં આત્મા આ વિશ્વને જાણે છે; જુએ છેજન્મથી માંડીને થયેલા અનુભવે તે સર્વને જે જાણે છે. સભારે છે, જુવે છે, તે કર્મથી બંધાયેલ છતાં હું આત્મા છું; ત્રણે કાળમાં રહેલી જડ ચૈતન્ય વસ્તુને જે જાણે છે, જે છે તે જ્ઞાન સ્વરૂપ. હું આત્મા છું.
સર્વજ્ઞ ભગવાનની વાણીરૂપ સમુદ્રનું મથન કરવાથી છેવટે આજ શુદ્ધચિદૂ૫ આત્મરત્નની પ્રાપ્તિ થાય છે.
પ્રકરણ બીજું ૨,
શુદ્ધ આત્માનું આરાધન. येयातायांतियास्यंति, योगिनः सर्वसंपदं । समाराध्यैवचिद्रूपं, शुद्धमानंदमंदिरं ॥ १ ॥
“જે ચોગીઓ આત્માની સર્વ સંપત્તિને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વ શુદ્ધ અને આનંદના મદિર સમાન જ્ઞાનસ્વરૂપ આત્માનું આરાધન કરીને જ છે.”
જેમ માટી વિના ઘડે ન બને, સુતર વિના વસ્ત્ર ન થાય, ધાતુ વિના ઘરેણું ન બને, લાકડાં વિના ગાડુ ન થાય અને બીજ વિના ધાન્યની ઉત્પત્તિ ન બને, તેમ બીજા અનેક મદદગાર સાધનો હોવા છતાં શુદ્ધ આત્માના સ્મરણ વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તે મોક્ષનું બીજ છે, સંસાર સમુદ્ર તરવાની તે નાવા છે. દુઃખરૂપ અટવીને બાળનાર અગ્નિ છે. કર્મોથી ભય પામેલાનું રક્ષણ કરનાર ફિલા સમાન છે. વિકલ્પોરૂપી