________________
ધુને ઉડાડી દેનાર વાયુ છે. આત્મ સ્મરણથી પાપનો નિષેધ થાય છે. મેહને જીતવાનું તે બળવાન શસ્ત્ર છે. અશુદ્ધ પરિણામ રૂપ રંગનું તે અવધ ઔષધ છે અને તપ, વિદ્યા તથા ગુણોને રહેવાના ઘર સમાન છે.
શુદ્ધજ્ઞાન સ્વરૂપ આત્માના ધ્યાનથી જે કાંઈ આનદ પ્રગટે છે તેના એક અંશ જેટલો પણ આનંદ આ દુનીઆના સ્વામીને પ્રાપ્ત થતું નથી. શુદ્ધ આત્માના સ્મરણથી આત્મિક મુખ થાય છે, મોહ અંધકાર દૂર થાય છે, આવતા આશ્ર કર્મને આવવાના માર્ગો કાય છે, દુષ્કર્મને નાશ થાય છે. વિશુદ્ધિ વધે છે, ભગવાનની તાત્વિક આરાધના થાય છે, જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય જન્મ સફળ થાય છે, સસારને ભયને નાશ થાય છે, સમતા વધે - છે, સપુરૂષોને મેળાપ થાય છે અને યશ કાતિમાં વધારે થાય છે.
શુદ્ધ આત્મભાવમાં રહેનારમાં શ્રુતજ્ઞાન, વિરતિભાવ અને શીયળ ગુણુ પ્રગટે છે, ઈન્દ્રિયોને જય થાય છે, તપ વધે છે. સમ્યદૃષ્ટિ ખુલે છે, સંભાવના વધે છે, મૂળ ઉત્તમ ગુણે રૂપ ધર્મ નજીક આવે છે, ઉત્તમ ગુણોને સમુદાય પ્રગટે છે, પાપ ઓછું થાય છે, બાહ્ય-અભ્યતર સંગમાંથી આસક્તિ ઘટે છે, ઉગ્ર ઉપસર્ગો દૂર થાય છે અને અંતરગ વિશુદ્ધિમાં વધારે થાય છે.
શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તેના જેવું કાઈ ઉત્તમ તીર્થ નથી. મૃત સમુદથી ઉત્પન્ન થયેલું તે ઉત્તમ રત્ન છે. શુદ્ધ આત્માનું સ્મરણ એ સુખનુ નિધાન છે. મેક્ષનુ શીઘગામી વાહન છે.
પહાડોમાં જેમ મેરૂપર્વત, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, ધાતુઓમાં સુવર્ણ પીવાલાયક પદાર્થોમાં અમૃત, મણિમાં ચિંતામણિ, પ્રમાણિક પુરૂષોમાં