________________
આત્માની ઉપાસના તેના ગુણ દ્વારા બની શકે છે. જ્ઞાન. દર્શન, ચારિત્ર એ આત્માના મુખ્ય ગુણે છે તેની ઉપાસના કરવા માટે જ્ઞાનાદિ રત્નત્રયના સ્વરૂપને બારમા પ્રકરણમાં બતાવવામાં આવેલ છે. જ્ઞાનાદિ રત્નત્રયમાં પ્રવેશ કરવા માટે સાધનોની જરૂર છે. કેમકે સાધન વિના આત્માની નિર્મળતા થવી મુશ્કેલ છે એટલે તેરમા પ્રકરણમાં વિશુદ્ધિનાં અનેક સાધનો બતાવવામાં આવ્યાં છે. આ સાધનનું સેવન કરવા છતાં પિતાનું મૂળ સાધ્ય સાધકેએ ભૂલવું ન જોઈએ. મૂળ નિશાન તરફ લક્ષ રાખીને બધાં સાધને સેવવાં. અને સાધનોનો મૂળી સાથે સાથે સંબંધ જોડાય છે કે કેમ તે બરાબર લક્ષમાં રહે તે માટે ચૌદમા પ્રકરણમાં આત્મલક્ષ રાખવા સાધકનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે.
મૂળ સાધ્ય તરફ લક્ષ રાખવા છતાં પૂર્વના લાંબા કાળના સંસ્કારને લીધે વારંવાર આત્મા સિવાય પરદવ્યના ચિંતનમાં મન ડ્યુિં જાય છે, તે સંબધી જાગૃતિ આપવા માટે દઢતાથી પણ પર વસ્તુના ચિંતનને ત્યાગ કરવાનું પન્નરમા પ્રકરણમાં કહેવામાં આવ્યું છે.
આત્મા નિમિત્તને આધિન છે. નિમિત્તો મળતાં વારવાર ઉપચોગ બદલાઈ જાય છે, એટલે ઈચ્છા ન છતાં પરદ્રવ્યનું ચિંતન નિમિત્તોના કારણે થઈ જાય છે તે અટકાવવા માટે બાહ્ય નિમિત્તે પણું દૂર કરવાની આ જીવને અમુક હદ સુધી જરૂર છે તે જણાવવા માટે નિર્જન સ્થાન નામનુસેળયું પ્રકરણ કહેવામાં આવ્યું છે.
આ નિર્જન સ્થાનમાં રહી જ્ઞાતા અને ય–જાણવા લાયક પદાર્થો અને જાણનારે એ બે ભાવને પરસ્પર લટુ અને લેડ્યુંઅગ્ની માફક જે ખેંચાણવાળે આક્વણુ કરવાવાળા રાગદ્વેષની લાગઅણીથી સંબંધ જોડાયેલો છે તેને જુદા પાડવા–મધ્યસ્થતાવાળા જ્ઞાતા
અને દછા ભાવે રહેવા માટે સત્તરમા પ્રકરણમાં જ્ઞાતા અને ય સંબધી હકીક્ત બનાવવામાં આવી છે.