________________
૧૭
અલગ થયેલું સોનું શુદ્ધ સુવર્ણ કહેવાય છે તેમ કર્મ મળ દૂર થવાથી આમા શુદ્ધ થાય છે.
આકાશમાં સંધ્યા વેળાએ ગંધર્વનગરના જેવા આકારમાં ગોઠવાયેલાં વાદળાની માફક ક્ષણમાં વિનાશી અને અવાસ્તવિક એવા ભેગેને મુગ્ધ બુદિધવાળા–અજ્ઞાની જી વાસ્તવિક અને સ્થિર સમજે છે.
સંસાર. આ સંસાર ચિત્તને વિશ્વમ ઉત્પન્ન કરનાર છે. તીવ્રરાગદ્વેષાદિને ઉન્ન કરવાનું કારણ છે મહાન વ્યાધિથી ભરપૂર છે. વિવિધ પ્રકારની જન્મ મરણાદિ વિક્રિયા ઉપ્તન્ન કરનાર છે. અનાદિ છે અને કર્મોનું કારણ છે. તેમાં એકેદ્રિયાદિ વિવિધ પર્યાયો ધારણ કરીને આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે.
જન્મ આપનાર સર્વ વિકારોના અભાવે આત્મા મુક્ત થાય છે. મુક્ત થયા પછી ફરીને બંધાતો નથી, સિદ્ધ થયા પછી ફરીને અસિદ્ધ થતું નથી, જ્ઞાનમય થયા પછી ફરીને અજ્ઞાનમય થતું નથી. જેમ બીજાને શેકી નાખ્યા પછી કે કે રાંધી નાખ્યા પછી તેનામાં ફરીને ઉગવાની શક્તિ રહેતી નથી તેમ કર્મોથી મુક્ત થયા પછી ભવની–ફરી જન્મ લેવાની પ્રાપ્તિ થતી નથી, પછી તે પરમસ્વસ્થતા-સ્વરૂપમાં લીનતા જ પ્રાપ્ત થાય છે.
અન્ય કાર્યમાં પ્રવૃત્તિ કરવા છતાં પણ જેનું મન શુદ્ધ