________________
૧૬૪
મેળવવાને કોઇ પણ જીવ શક્તિવાન થતો નથી,
જે બુદ્ધિવાન જીવે લોક પ્રવાહની અપેક્ષા રાખ્યા વિના રાગ દ્વેષ પ્રપંચ ભ્રમ મદ કામ ક્રોધ અને લોભાદિ. થી રહિત પવિત્ર ચારિત્ર આચરે છે અને નિત્ય અનુભવ ગમ્ય કર્મમળ રહિત આત્માના શુધ સ્વભાવનું ધ્યાન કરે છે તે, કર્મ શત્રુના સમૂહને નાશ કરીને પરમ સુખમય નિર્ભય સિદધ રૂપ મહેલમાં પ્રવેશ કરીને સદા આનંદ મય થઈ રહે છે.
ઈતિ અષ્ટમ ચારિત્ર અધિકાર સમાપ્ત.
પ્રકરણ ૯ મું.
સર્વ તત્વ રહસ્ય. મુક્ત થએલ આત્મા જ્ઞાન દર્શન સ્વભાવ વાળે છે અને સદા આનંદમય છે. મુકત અવસ્થામાં ચૈતન્ય સ્વભાવને નાશ થતો નથી. જે ચૈતન્ય સ્વભાવનો નાશ એજ મુકિત, એમ માનવામાં આવે તે મુકત આત્માને જ નાશ થશે. ગુણ અને ગુણનો અભેદ સંબંધ છે, જે ગુણને નાશ માનવામાં આવે તે ગુણનેજ નાશ થાય કેમકે ગુણવાન ગુણથી જુદો નથી. કોઈ ચેતન્યને આત્માને કર્મજ નિત વિભાવિક ગુણ કહે છે પણ તેમ નથી. ચેતન્ય ને કર્મને સ્વભાવગુણ કહેવો કે વિભાવિકગુણ કર એ વિચારજ યુક્તિ ચુક્ત નથી. '