________________
છે માટે તેને વ્યવહારથી પુલ સ્વરૂપ કહે છે. પાંચ જ્ઞાનમાં મતિ તથા શ્રુત જ્ઞાનને ઈન્દ્રિય જનિત કહેલાં છે માટે આ અપેક્ષા વ્યવહારનયે તે પદ્ગલિક જ્ઞાન છે, અવધિજ્ઞાનાદિ ત્રણ જ્ઞાન આત્મા અપેક્ષી છે. તે પ્રગટ થવામાં ઈન્દ્રિોની અપેક્ષા ન હોવાથી તે ત્રણ આત્મિક જ્ઞાન છે. તે ત્રણમાં પણ તાત્વિક રીતે આત્મિકજ્ઞાન તે એક કેવળજ્ઞાન જ છે.
જ્ઞાનમાં ભેદ નથી. ગાયોને આપસમાં ભેદ હોવા છતાં પણ દુધમાં ભેદ હોતો નથી, તેમ પુરૂમાં ભેદ રહેવા છતાં પણ તેના જ્ઞાનમાં ભેદ હોતું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ ઇત્યાદિ પુરૂના અનેક ભેદ હોય છે છતાં જ્ઞાતાપણું વાળે જ્ઞાનને સ્વભાવ બધામાં એક સરખો છે. અનંત જ્ઞાનીઓનું એકજ જ્ઞાન છે. તેમની બહારની પુન્ય પ્રકૃતિમાં ફેર હોય છે પણ જ્ઞાનાવરણકર્મ સર્વથા દૂર થતાં તે બધાનું જ્ઞાન તે એક સરખું રહે છે.
જેમ દીવા વડે જોવા લાયક પદાર્થને જોઈને દીવો દૂર મૂકવામાં આવે છે, તેમ જ્ઞાન વડે જાણવા ચગ્ય પદાર્થોને કે માગને જાણીને તે જ્ઞાનને ત્યાગ કરવામાં આવે છે. અહી એટલી અપેક્ષા સમજવાની છે કે જે જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, સૂક્ષ્મ છે, વ્યપદેશ રહિત છે. ( આ આમ અને આ તેમ આવા વિક જેમાં નથી તેને વ્યપદેશ ૨હિત કહે છે.) અને અવિનાશી છે આત્માની સાથે અભેદસંબંધ