________________
૧૬૯
-
ભાગરૂપ માયામાં મોહિત થઈને આગળ વધતાં અટકી પડે છે.
પુન્ય પણ સંસારમાં રખડાવે છે. ચંદનથી ઉન્ન થયેલે અગ્નિ પણ શું વસ્તુને બાળ નથી? અર્થાત્ બાળે છે. તેમ પુન્યથી પણ પ્રાપ્ત થયેલા ભેગે દુઃખની પરંપરાને જ આપે છે. વિપત્તિની બહેનપણીના સરખી આ લક્ષ્મી વિદ્વાનને આનંદને માટે થતી નથી, તેમ પાપના મિત્ર સમાન આ ભેગે પણ મનુષ્યને કલ્યાણકારી–સુખદાઈ થતા નથી. સમ્યજ્ઞાનરૂપ દીપકના પ્રકાશવડે ભેગોનું નિર્ગુણપણું–નીરસપણું જયારે મનુષ્યના જોવામાં અનુભવવામાં આવે છે ત્યારે જીવને પરમાર્થિકપણે ભેગ -અને સંસારથી નિવેદ–વૈરાગ્ય પ્રગટે છે. અનેક દુઃખોના બીજ તુલ્ય મિથ્યા જ્ઞાનને નાશ થવા પછી મેક્ષના પરમગુણે જાણવામાં આવતાં મેક્ષ તરફ પરમ ભક્તિ ભાવ -જીવને પ્રગટે છે. માટે બાહ્ય વસ્તુને ત્યાગ કરવા ઈચ્છતા
જીવે પ્રથમ તાત્ત્વિક રીતે આ મિથ્યાત્વનો સર્વ પ્રકારે -ત્યાગ કરે.
સૂર્ય જેમ અંધકાર વડે લેપતે નથી તેમ જ્ઞાની પણું પાપ વડે લેપાત નથી, લોખંડી બખતર પહેરનારી જેમ બાણ વડે વિંધાતું નથી તેમ નિર્મળ જ્ઞાન પણ વિષયો વડે વિંધાતું નથી નાશ પામતું નથી, જ્ઞાન વડે ઉત્તમ પ્રવૃત્તિ કરી શકાય છે, મોહરૂપ અંધકારને હઠાવી શકાય