________________
૧૭૬
હોય છતાં પણ ઉપાદાન–મૂળ કારણરૂપ માટી વિના ઘડા ઉત્પન્ન થતા નથી, તેમ મન વચન શરીરની ક્રિયારૂપ સામગ્રી તૈયાર હોય છતાં તેના ઉપાદાન કારણ વિના કર્મ ઉત્પન્ન થતાં નથી. ઘડે ઉત્પન્ન થવામાં ઉપાદાન કારણ જેમ માટી. છે, તેમ કર્મનું ઉપાદાને કારણે રાગદ્વેષની મલિનતા છે તે. હોય તેજ કર્મ ઉત્પન્ન થાય.
કુંભાર જેમ સહકારી કારણ-સાથે રહી કરનાર મદદગાર નિમિત્તકારણ પણે ઘડે બનાવે છે છતાં પણ કઈ વખત કેઈપણ પ્રકારે કુંભાર ઘડામય-ઘડારૂપ થતું નથી.
પણ સહકારી કારણપણે કષાયાદિને કરે છે. છતાં પણ આત્મા કેઇ વખત કષાયાદિ રૂપે થતું નથી.
જે કર્મને કર્મરૂપે જાણે છે, અને અકર્મને અકર્મરૂપે જાણે છે તે બધી જાતનાં કર્મો કરવા છતાં છેવટે કર્મને. નાશ કરે છે. જેને સત્ય સ્વરૂપનું જ્ઞાન હોય છે તે, કે વિકટ પ્રસંગે ત્યાગ કરવા ચાગ્ય બાબતેનું ગ્રહણ પણ કરે છતાં તે, થોડા વખત પછી તેને ! ત્યાગ કરી શકશે, કેમકે તેને સત્ય અસત્યનું જ્ઞાન છે. જેને સત્યનું જ્ઞાનજ નથી તે મનુષ્ય તેને હિતકારી જાણુને ગ્રહણ કરે છે અને અહિતકારી હોવા છતાં તેવા જ્ઞાનના અભાવે પ્રસંગે તેને ત્યાગ કરી શકતા નથી. . . . . - - જેમ કાદવમાં પડેલો નિર્મળ સ્ફટિક અંદર ખાનેથ