________________
૧૮૧
કેવલજ્ઞાની પિતાની જ્ઞાન શક્તિથી ત્રણે લેકને જાણે છે તે પણ બંધાવા જોઈએ, પણ બંધાતા નથી. જેનામાં જ્ઞાન છે પણ રાગ નથી તે બંધાતા નથી, પણ જેનામાં રાગ છે પણ જ્ઞાન નથી તે બંધાય છે. આંહી કર્મ બંધનમાં -રાગની મુખ્યતા છે. અજ્ઞાની છ ઈન્દ્રિયોના વિષને
ગ્રહણ નથી કરતા, છતાં પણ કર્મોથી બંધાય છે. એકેદ્રિયાદિ -જી વિષને બહ ગ્રહણ કરતા નથી છતાં શું કર્મોથી બંધાતા નથી ? અર્થાત્ બંધાય છે. અહીં કર્મના અંધનમાં અજ્ઞાન તથા મિથ્યાત્વની મુખ્યતા છે.
જેઓ રાગ દ્વેષથી નિવૃત્ત થયા છે તેને પચ્ચખાણાદિ કરવાં તે નિરૂપાગી છે. અને જેઓ અગદ્વેષમાં પ્રવૃત્તિ કરે છે તેને પણ પચચખાણાદિ કરવાં નિરૂપાગી છે. વ્રત, તપ, જપ, જ્ઞાન આદિ ક્રિયાઓ રાગદ્વેષને નાશ કરવા માટે છે, જે રાગદ્વેષ કરતો નથી તેને આ ત્રતાદિ કરવાં તે નકામાં છે અર્થાત્ તે રાગદ્વેષ કરતો ન હોવાથી તેનાથી જ તેને આત્મા નિર્મળ થાય છે અને નવાં બંધન પામતે નથી. જે રાગદ્વેષ કરે છે તેનાં કરેલાં વ્રત તપ જપાદિ વૃથા છે, વૃથા એટલે નકામાં એટલા માટે છે કે, રાગદ્વેષના ત્યાગ માટે તે આ વ્રતાદિ કરવાની છે, તે રાગાદિને ત્યાગ તે તે કરી શકતા નથી તે પછી આ વ્રતે તેનું ધારેલું ફળ આપતા ન હેવાથી કર્યો તે પણ ન કર્યા બરેલર છે. અહીં કર્મક્ષય કરવાની મુખ્યતા છે. કતાંદિથી પુન્ય બંધ થાય તે વાત