________________
૧૫૪
ષ્યને પુષ્ટિને માટે સુખદાયી થાય છે તેમજ યતના પૂર્વક ઉપગ પૂર્વક પ્રવૃત્તિ કરનારને આહાર વિહારાદિ ગુણકારી થાય છે, તેજ આહાર વિહારાદિ ચતના વિના-ઉપયોગ વિના પ્રમાદી અને કર્મબંધુ ૩૫ દેષ માટે થાય છે
પોતે જ્ઞાનવાન હાઈને પણ જે તે પરને પીડા કરતા હોય તે ખરેખર તેનું ચારિત્ર મલિન થાય છે, દી પ્રકાશ વાળ હોય છે છતાં વધારે ગરમીવાળ–તાપ વાળ થવાથી મલિન કાજળ ઉત્પન્ન કરે છે, તેમ સાધુ જ્ઞાનના પ્રકાશવાળે હોવાં છતાં બીજાને પીડા કરવાથી પાપરૂપ મળ ઉત્પન્ન કરીને પિતાનું ચારિત્ર મલિન કરે છે.
ભવાભિનંદી. સંસારથી વિરક્ત થયેલા જીવો માટેજ ચારિત્ર છે, પણ જેઓ આ માયિક વિષયમાં તથા સંસારમાં આનંદ માનનારા છે, વિશ્વમાંજ સુખ છે એમ માનનારા છે અને તેને જ ઈચ્છનારા છે તે ને ભવાભિનંદી કહેવામાં આવે છે. તેઓએ કદાચ. સાધુને વેશ લીધે હોય છતાં તેમાં ચારિત્ર ગુણ આવી શકતું નથી. તેઓનું ચારિત્ર કે ધર્માચરણ બહારથી દેખાય એટલું જ હોય છે, પણ તેની અંદરની લાગણીઓ કેવળ લેકને ખુશી કરવાની અને વ્યવહારમાં સુખી થવા માટેની હોય છે.. * અજ્ઞાનદશા, લોભ પરાયણતા, ભીરુતા, ઈર્ષાળુતા અને