________________
-અમૂર્ત આત્માને અનુગ્રહ કે નિગ્રહ કરી શકતાં નથી. તત્વથી હું જે ચેતન સ્વરૂપ છું તેનાથી અચેતન જુદું છે, માટે તે વિષે રાગ-દ્વેષ કરે તે ચુક્ત કેમ ગણાય? હું મારા શત્રુ કે મિત્રના અચેતન શરીરે દેખું છું પણ આ -ત્માને જોઈ શક્તા નથી તે પછી તેઓને અનુગ્રહ કે નિગ્રહ હું કેવી રીતે કહી શકું? શત્રુ કે મિત્રના શરીરને ઉપકાર કરવાથી કે નુકશાન કરવાથી તેના આત્માને ઉપકાર કે અપકાર થઈ શકતું નથી, કેમકે શરીર આત્માથી ભિન્ન છે.
આ મારો દેહ પણ મને અનુગ્રહ કે નિગ્રહ કરવાને સમર્થ નથી, તે શરીરને હું નિગ્રહ કે અનુગ્રહ કરું તે હું માનું છું કે તે મારી બુદ્ધિ વૃથા છે અર્થાત્ મારી મહેનત નકામી છે.
કર્તા હર્તાની કલ્પના મિથ્યા છે. બીજે કઈ મનુષ્ય અને ગુણ કરવાનું કે મારા ગુણને નાશ કરવાને સમર્થ નથી, તેમ હું પણ કેઈને ગુણ કરવાને કે તેના ગુણેનો નાશ કરવાને સમર્થ નથી. હું કોઈને ગુણ કરું કે ગુનો નાશ કરે અથવા બીજે મનુષ્ય અને ગુણ કરે કે મારા ગુણેને નાશ કરે તે બધી કલ્પનાઓ મિથ્યા છે અને મહાધિન જીવોજ આ મિથ્યા કપનાઓ કરે છે. જ્ઞાનાદિ ગુણ આત્માને સ્વભાવ . તેને નાશ થતો નથી