________________
૧૩ર
છે. પ્રખર તાપવાળા, જીવજંતુના ઉપદ્રવવાળા, અને તેવાજ ધ્યાનમાં વિઘ્નરૂપ દેશ હાય તેના પણ ત્યાગ કરવા જોઈએ. આ બધાં સાધનાની મદદથી સાધકને તત્ત્વદંન થાય છે. તત્ત્વદર્શનથી તેનામાં કેાઈ અપૂર્વ ઉત્સાહ સાથે મળ પ્રગટે છે, તેથી શ્રેણિમધ પરિણામની ધારા–વીના ઉલ્લાસ વૃદ્ધિ પામે છે. આ બધાં સાધના ધ્યાનનાં કારણા છે. આગમના જ્ઞાન વડે, અનુમાનથી અથવા તર્કવિતર્ક દ્વારા કરેલા વસ્તુના નિશ્ચયથી અને તે પછી યાનના અભ્યાસના રસ વડે બુદ્ધિને વિશુદ્ધ અને તિક્ષ્ણ અનાવનાર મનુષ્ય પવિત્ર ધ્યાનના અભ્યાસ શરૂ કરી શકે છે. આત્મ ધ્યાનમાં પૂર્ણ પ્રેમરસ પ્રગટ થવે તે વિદ્વતાનું પરમ ફળ છે. જો આવી પ્રખર વિદ્વતા મેળવવા છતાં આત્મધ્યાન તરફ તેની પ્રવૃત્તિ નજ હાય પણ કેવળ સશાસ્ત્રો ભણવાં અને ખીજાને ઉપદેશ કરવા તેટલામાંજ તે વિદ્વાન અટકી જાય તેા જરૂર સમજવું કે આત્મધ્યાન વિના આ શાસ્ત્રનું જ્ઞાન એ કેવા સ”સારજ છે—સંસારનુંજ કારણ છે. જેમ મૂઢચિત્તવાળા અજ્ઞાની જીવાને પુત્ર, સ્ત્રી, ધન, ધાન્યાદિ એ સ સાર છે, તેમ આત્મજ્ઞાન વિનાના પડીને શાસ્ત્ર જ્ઞાન એ પણ એક કમાઈ ખાવાનું સાધન છે. રૂપાંતરે તે પણ એક સસારજ છે. આ કર્મ ભૂમિમાં મનુષ્યપણાસાથે પરમ ઉત્કૃષ્ટ જ્ઞાન રૂપ ખીજને મેળવીને જે જીવા આત્મધ્યાન રૂપ છેતીની તરફ પ્રવૃત્તિ કરતા નથી તે માળ છવાજ છે એમ સમજવું.
અલ્પબુધ્ધિવાળા