________________
૧ ભણાવે છે, તેની સાર સંભાળ રાખે છે, ધર્મ માર્ગમાં પ્રેરણ કરે છે, આડે માર્ગે જતા હોય તે વારે છે, વારંવાર પ્રેરણા કરી આગળ વધારે છે. ઉપાધ્યાયજી સૂત્રનો પાઠ આપે છે. પ્રવર્તક ધર્મ ક્રિયામાં પ્રવર્તાવે છે. સ્થવિર જ્ઞાનમાં અને ક્રિયામાં તથા વર્ષોમાં વૃધુ હોય છે, ચારિત્રના ભાગમાં સિદાતા ઉત્સાહ ભંગ થતા શિષ્યને તે ઉત્સાહિત કરે છે, ચારિત્રમાં સ્થિર કરે છે. ગણાવચ્છેદક ગચ્છના સમુદાયને વસ્ત્ર પાત્રાદિની બધી સગવડ કરી આપે છે. આ સર્વ સ્થવિરકલ્પમાં હોય છે. સાધ્વીઓમાં પણ મુખ્ય આગેવાનને પ્રવની કહે છે. તેની નીશ્રાએ બીજી બધી સાધવીએ તેની આજ્ઞામાં રહે છે આ પ્રવર્તની સૂત્રાર્થની જાણકાર હોય છે. જ્ઞાન અને ઉમરમાં પણ વૃધ્ધ–ઠરેલ હોય છે, બધી સાધ્વીઓને. યથા ચાગ્ય પણે સાધ્વીના માર્ગમાં પ્રવર્તાવે છે, સૂત્ર ભણાવે છે, ચારિત્રમાં અસ્થિરને સ્થિર કરે છે, એને મહત્તરાપણું કહે છે. આ સ્થવિર કપમાં રજોહરણ અને મુહપત્તિ એ બને તે અવશ્ય હેાય છે, ઉપરાંતમાં વસ્ત્રો રાખવામાં આવે છે, એક ગરમ ઉનનું વસ્ત્ર, બે સુતરનાં ઓઢવાનાં વસ્ત્રો, એક ચલપટ્ટો– નીચે પહેરવાનું, સંથારે પાથરવાનું સુવા માટે, અને તેના ઉપર પાથરવાને ઉત્તર પટ્ટો, આટલાં વસ્ત્રો તેઓ ઓછામાં ઓછા રાખે છે. ખાવાને માટે પાત્ર રાખવામાં આવે છે, અને પાત્ર રાખવાને ઝેળી પ્રમુખ પાત્ર ઉપયોગી ઉપકરણે હાય છે. આ સિવાય જરૂર પડતાં પુસ્તક ગૃહસ્થો પાસેથી તે.