________________
૧૪૬
ઓઢવાને માટે આકાશ હોય છે જે કઈ વાઘ સિંહ પ્રમુખ હિંસક પ્રાણ સન્મુખ આવતું હોય તે તેઓ તેના ભયથી ઉન્માર્ગે ચાલતા નથી. પણ એક ખરા વીરને છાજે તેમ સિદ્ધા તેની સામાજ ચાલ્યા જાય છે. જ્યાં દિવસ આથમે ત્યાંજ કાલ્સ “ધ્યાન પરાયણ થાય છે. તેના જીવનને મોટે ભાગ કિલષ્ટ કર્મો ખપાવવાં, જે જે મુશ્કેલીઓ આવે તે સહન કરવી, સમભાવ રાખ, ફોધાદિને અવકાશ ન આપ અને ધ્યાન પરાયણ રહી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તેમાં વ્યતીત કરે છે. તેઓ સ્વાવલંબી હોય છે. બીજાના ઉપર આધાર રાખતાજ નથી, બીજાની મદદલેતા જ નથી. ઉદય આવેલ કર્મ સહન કરે છે. ઉદીરણા કરીને સત્તામાં પડેલાં કર્મોને બહાર લાવી સમભાવે ભોગવીને નિર્જરી નાખે છે. તેઓનું જ્ઞાન નવથી દશપૂર્વસુધીનું હોય છે. અપ્રમત્ત દશા પ્રશંસા કરવા જેવી હોય છે. તેઓનું શરીર પ્રથમ સંઘયણવાળું વજાના જેવું મજબત હોય છે. આ માર્ગને જિનકપીનો માર્ગ કહે છે.
સ્વચ બુદ્ધ પિતાની મેળે બોધ પામેલા, આત્મામાં જાગૃત થયેલા, સત્યને સમજેલા તેને સ્વયંભુદ્ધ કહે છે. જોકે પાછલા જન્મમાં તો તેમને પણ ગુરૂ હોય છે પણ આવાત તે આ ચાલુ ભવ આશ્રયી છે કે, ભવમાં તેને કોઈએ બોધ આપેલ છે તે નથી પણ જાતિ મરણ થવાથી–પાછલા જન્મનું જ્ઞાન થવાથી તેઓ