________________
૧૪
-દેવ-ભગવાન મહાવીરના વખતમાં હતી, દરેકની ક્રિયામાં શક્તિના પ્રમાણમાં ફેર હોવા છતાં બધાનું સાધ્ય તે એક જ હોય છે.
ત્યાગી જીવન, આ ચારે પ્રકારના સાધુઓ ત્યાગી જીવનવાળા હાઈ ચારિત્રના માર્ગમાં સર્વ પ્રકારના પાપના આરંભોનો ત્યાગ કરે છે. પરાધીનતાના કારણરૂપ ઘર કુટુંબ સ્ત્રી વિગેરે બં
ને મૂકી દે છે. સવા આત્મ ઉપયોગ જાગ્રત રાખે છે. શરીરની શોભાના કારણરૂપ સંસ્કાર કરતા નથી. માથાના કેશનો લેચ કરે છે. જેનાથી પ્રમાદ વધે–આત્મભાન -ભૂલાય તેવા સંગેન-મનુષ્યાદિને પરિચય કરતા નથી. પરની અપેક્ષા રાખતા નથી, આત્મબળ ઉપર શ્રદ્ધા રાખીને બધી પ્રવૃત્તિ કરે છે. મનને નિર્વિકારી રાખે છે, બીજાને દયા ઉત્પન્ન થાય તેવી કાંઈપણ યાચના કરતા -નથી, પણ ધર્મના નિયમ પ્રમાણે જે સ્વભાવિક ભિક્ષામાં મળી આવે તેમાં સંતોષ માને છે. કેધાદિ કષાયને દૂર કરે છે, પાંચ ઈન્દ્રિયને વશ કરે છે–તેના ઈષ્ટ કે અનિષ્ટ વિષામાં રાગદ્વેષ કરતા નથી, જ્ઞાન અને ક્રિયામાં દેશકાળ અનુસાર પ્રવૃત્તિ કરતા ગુરૂની પાસે દિક્ષા ગ્રહણ કરવામાં આવે છે.
આત્મજાગૃતિ વિનાના કેવળ કર્મકાંડમાં–ક્રિયામાર્ગમાં આનંદ માનનાર ગુરૂથી આત્મકલ્યાણ થતું નથી કેમકે