________________
૧૪૦
એ વાંચવા ભણવા લે છે અને જરૂર ન હોય ત્યારે તે પાછો આપીદે છે.
સાધુ કરતાં સાધ્વીઓને અડચણાદિ કારણે થોડાં વિશેષ ઉપકરણે હોય છે, તે સાધુ સાધ્વીઓ આઠ મહીના જુદા જુદા સ્થળે વિચરે છે, અને ચોમાસાના ચારમાસ એક સ્થળે રહે છે. એમ આઠ અને એક ચોમાસાને મળી નવકલ્પી વિહાર કહેવામાં આવે છે. છુટા કાળમાં એટલે ચોમાસા સિવાય સાધુઓને એક સ્થળે એક મહીનાથી વધારે વખત રહેવાની આશા હોતી નથી, જરૂર પ્રસંગે મહીનાની અંદર પણ વિ. હાર કરી જાય. જ્યાં તેમણે એક વર્ષ માસું કર્યું હોય ત્યાં ઓછામાં ઓછા બે વર્ષના આંતરા સિવાય માસું કરવાની મનાઈ હોય છે, એકી સાથે બે ચોમાસાં કરવાની આજ્ઞા હોતી નથી અને જ્યાં એક મહીને રહ્યા હોય ત્યાં પણ બે મહિનાના આંતરા સિવાય કરીને માસ ક૫ કરવાનો અધિકાર નથી. કોઈ રોગાદિ કારણે રહેવાની જરૂર પડે તે પણ -તે ગામમાં બીજું મુકામ હોય ત્યાં સુધી તે મુકામમાં રહે નહિં અને તેજ મુકામમાં રહેવાની જરૂર પડે તો જે સ્થળે માસ કલપ કર્યો હોય તેથી બીજા ભાગ કે ખુણા ઉપર જઈને રહે પણ છતી શકિતએ વધારે વખત ત્યાં રહે નહિં. શરીચાલી ન શકે તેમ હોય અથવા કેઈ અપૂર્વ જ્ઞાન કે વિદ્યામાં વધારે થતું હોય કે તે સમાગમ બીજે ન હોય તે વધારે વખત પ્રવેગ કહેલી ક૫ની મર્યાદા સાચવીને રહી શકે. ઓછામાં ઓછા બે સાધુઓ વિચરે, તેમાં પણ એક