________________
૧૩૮
ત્રીજા મહાવ્રતમાં મન વચન શરીરે કરી નાનીમોટી. ચેરી કરવી નહિં, કરાવવી નહિં અને ચોરી કરનારની પ્રશંસા. પણ ન કરવી અને ધણુની–વસ્તુના માલીકની આજ્ઞાથી, પિતાને આપી શકે તેવી વસ્તુ ગુર્નાદિની આજ્ઞાએ ગ્રહણ કરવી, એ ત્રીજું મહાવ્રત છે.
ચોથા મહાવ્રતમાં મન વચન શરીર વડે દેવ મનુષ્ય અને તિર્થં ચ સંબંધી મૈથુન સેવવું નહિં સેવરાવવું નહિં. અને સેવનારાની પ્રશંસા કરવી નહિં એ શું મહાવ્રત છે.
પાંચમા મહાવ્રતમાં ધન્ય ધાન્યાદિ નવ પ્રકારને ૫રિગ્રહ મન વચન શરીર વડે રાખવાને, રખાવવાને અને અનુદન કરવાને ત્યાગ કરવામાં આવે છે.
આ પ્રમાણે ચારે પ્રકારના સાધુઓને પાંચ મહાવ્રત પાલન કરવાનું હોય છે. વિશેષમાં ધર્મોપકરણ સંયમમાં સહાયક, વસ્ત્ર પાત્ર ઓછાં વધતાં રાખવાં કે ન રાખવાનાં સંબંધમાં તેઓ વચ્ચે તફાવત હોય છે.
સ્થવિરકલ્પી સાધુઓમાં બાળ, ગ્લાન, વૃધ, તપસ્વી, રાજકુમારાદિ અનેકનો સમાવેશ થાય છે, તેઓની શારીરિક સંપત્તિ નબળી હોવાના કારણે વસ્ત્ર પાત્રાદિની જરૂર રહે છે. આ કલ્પમાં આચાર્ય, ઉપાધ્યાય પ્રવર્તક, સ્થવિર, ગણાવચછેદક આદિની પદવીઓના અધિકાર હોય છે. બધા સમુદાયના ઉપરીને ગચ્છાધિપતિ, આચાર્ય, ગણું વિગેરે કહેવામાં આવે છે. તેઓ શિષ્યને સૂત્રના અર્થ