________________
૧૪૨
છે. નવીન શિષ્ય ગુરૂની પરીક્ષામાં પસાર થયા પછી કરવા. તેમાં પણ તેનાં માબાપ અને સ્ત્રીની રજા મળ્યા પછી દીક્ષા આપવી. સ્ત્રી દીક્ષા લેનારને તેના પતિની મુખ્ય આજ્ઞા જોઈએ. પતિના અભાવે તેના પાલક માતાપિતા સ્વસુર -વર્ગ અને પુત્રાદિની આજ્ઞા મેળવી દીક્ષા આપવી.
આસર્વ સ્થવિરકતપી સાધુ સાધ્વીઓને આચાર છે આ પ્રમાણે આચારમાં દઢ થયેલ મુનિ ભવિષ્યમાં વધારે કિલષ્ટ કર્મ ખપાવવા સમુદાયથી અલગ થઈ જિનકલ્પને -ભાગ આદરે છે. આ માર્ગ ઘણે કઠણ છે. પૂર્વે બતાવેલા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવક વિગેરે આ માર્ગમાં પ્રાયે વિશેષતાઓ જોડાય છે.
જિનને કલ્પ–આચાર તે જિન કલ્પ. જિનેશ્વરની માફક મહાન સુરવીરતા વાળી નિરપેક્ષતાવાળી–નિરાધારતાવાળી,
સ્વાવલંબી પ્રવૃત્તિ આ માર્ગમાં હોય છે. આજિન કલ્પીઓ કિઈ વસ્ત્ર પાત્ર રાખે છે અને કેઈ નથી પણ રાખતા, હસ્ત પાત્રની લબ્ધિવાળાઓ પાત્ર રાખતા નથી. તેમજ વસ્ત્રવિના રહી શકનારા વસ્ત્રને પણ ત્યાગ કરે છે. રજોહરણ અને -સુહપત્તિ હોય છે. આ માર્ગ સ્વીકારવા પહેલાં સ્થવિર કલ્પમાં રહીને તેઓ પ્રથમ જિનકલ્પ પ્રમાણે ચાલવાની તૈયારીઓ-તુલનાઓ કરે છે. .
પ્રથમતપની તુલના કરે છે, એટલે વિશેષ તપ કરવાની ટેવ પાડે છે. કેમકે કેઈપણ દેવાદિકના.ઉપસર્ગ, પ્રસંગે