________________
૧૩૩
અહા! શું મેહનું જોર છે ! માછલીઓને પકડવાના કાંટા ઉપર રહેલ માંસના ટુકડા તરફ લલચાઈ રહેલી માછલીની માફક, આ વિશ્વના વિષય સુખમાંથી છુટા થવું તે સુશ્કેલી ભરેલું કામ છે. આ લેગ સુખમાં આશક્ત થયેલા જી ઉત્તમ યાનને પણ ત્યાગ કરે છે અને ભાવી દુ:ખ રૂપ વિષય તષ્ફ ઘસડાતા જાય છે આવા મહિને ધિક્કાર હો.
આત્મતત્તવને નહિં જાણનારા, વિપરીત જ્ઞાન તરફ પ્રવૃત્તિ કરી રહેલા, હિત અહિતના વિવેક વિના અંધ જેવા જણુના અને વર્તમાન કાળને જ જોનારા, ભવિષ્યને વિચાર કે દરકાર નહિ કરનારા જીવે ભાવિકાળમાં અનેક જાતનાએ-પીડા સહન કરતા રહે છે. અહા! આ આધિ માનસીક પીડાઓ, વ્યાધિ શારીરિક પીડાઓ, વૃદ્ધાવસ્થા, જન્મ, મરણ અને શોકાદિ ઉપદ્વવવાળા ભીષણ સંસાર તરફ એ મનુષ્ય ! જરા નજરતે કરે, એ સંસાર કેટલાં કેટલાં દુખેથી ભરપુર છે, છતાં પણું હે મેહાધિન જીવો તમે તેનાથી કેમ ઉગ નથી પામતા? તમને વૈરાગ્ય પ્રગટતો નથી એ મહાન ખેદની વાત છે. - મામા-બસના રોગ વાળા મનુષ્ય ખરજ ખણવામાં સુખમાને છે પણ પરિણામે અશાંતિ વધે છે, તેમ કેટલા એક મનુષ્ય કર્તવ્યને અકર્તવ્ય રૂપે અકર્તવ્યને કર્તવ્ય રૂપે અને દુઃખને સુખ રૂપે માને છે, પણ પરિણામે તે વિચરિત પ્રવૃત્તિ તેમને દુખદાઈ નિવડે છે.