________________
તે તે ન્યુનતા પુરી કરીને કાર્ય સિદ્ધ કર્યા વિના રહેતે નથી. ફળ ન જણાય તે પણ તેની ધીરજ ખુટતી નથી, તે નાસીપાસ થતો નથી, અનેક ભવને આંતરે પણ છેવટે પિતાની ધીરજના બળે તે સિદ્ધ થાય છે. તેને સંતોષ
પણ અગાધ હોય છે. સેજ સાજ ગુણની પ્રાપ્તિ થતાં આ વિશ્વના મનુષ્ય અભિમાની વૃત્તિના અંગે જે સતેષ પકડે છે, આગળ વધતાં અટકે છે, આ કાંઈ સંતેષ નથી પણ આળસ છે. જે કાર્યને પ્રારંભ કર્યો છે તે કાર્યની સિદ્ધિ થતાં સુધી વચમાં ન અટકતાં પૂર્ણ થાય ત્યાં સુધી પુરૂષાર્થ કરે છે, છતાં સંતેષ છે છે. કહેવાનો ઉદ્દેશ એ છે કે જેમ સામાન્ય મનુષ્ય કાર્ય સિદ્ધ થવામાં વિલંબ લાગતાં હતાશ અને નિરાશ થઈ બીજાની આગળ રાદડાં રેયા કરે છે કે શું કરીએ ભાઈ! પાંચમે આરે, દુષમકાળ, છેવટનું સંઘયણું, સારાં નિમિત્તોને અભાવ ઈત્યાદિ લીધે આવા કાળમાં તે આત્મજ્ઞાન કયાંથી પ્રગટે! ધ્યાન તે કેમ બની શકે ! આવા દડાં રેનાર તે ન હોય, પણ આ કાળમાં પણ પિતાના અનિવાર્ય પુરૂષાર્થને અને જે પ્રાપ્ત થયું હોય તેમાં સંતોષ માને અને તે પૂર્ણ કરવા અથાગ પુરૂષાર્થ કરે, આને સંતોષ કહે છે. આ પુરૂષાર્થ કરવા માટે પરિચિત દેશ, અને પરિચિત મનુષ્યના સંગને ત્યાગ કર જોઈએ. કેમકે પરિચયવાળા મનુષ્યના સંસર્ગથી અભ્યાસ આગળ વધી શકતા નથી, અભ્યાસ માટે તેઓ વિનંરૂપ