________________
શુદ્ધ નયની અપેક્ષાએ આત્મામાં ભેદ નથી છતાં વ્યવહાર નયની અપેક્ષાએ કર્મના સંબંધવાળા આત્માને અશુદ્ધ અને સંસારી મા કહેવામાં આવે છે અને કર્મહિત આત્માને શુદ્ધ અને મુક્ત આત્મા કહેવામાં આવે છે. સંસારી આત્મા કર્મ ચુકત છે અને મુકત આત્યા કર્મ વિયુકત છે, સંસારી આત્મા અશુદ્ધ છે. સુકત આત્મા શુદ્ધ છે. આત્મા અને તેથી અન્ય જે કમ તેને સંગ થવે, આ સંગને ભવ ( સંસાર ) કહે વામાં આવે છે. અને આ ભવનો અભાવ તેને કર્મને વિરોગ કહે છે આ ભવને વિયેગ કે કર્મનો વિરોગ થવા પછીથી ફરી જન્મ થતો નથી.
મુક્ત આત્માની સ્થિતિ. મુકતપણાની સ્થિતિમાં આત્માને પર પદાર્થને સંચાગ (ાતે નથી. તે આત્મા પોતાના સ્વભાવમાં પરિણમી રહે છે. તેને લઈને તેને કોઈપણ પ્રકારની ઉત્સુકતા હતી નથી. મેરૂની માફક રવભાવે અડેલ સ્થિર તે હેાય છે, વિભાગમાં પરિણમવાપણું ન હોવાથી ત્યાં કોઈપણ પ્રકારનો કલેશ નથી. તેમજ સ્વસ્વરૂપની પ્રાપ્તિ થયેલ હેવાથી તે કૃતાર્થ થયેલ છે એટલે હવે તેને કાંઈપણ કરવાપણું રહેલું નથી. કર્મ રૂપ મળ ન હોવાથી તેનાથી ઉત્પન્ન થનારી બાધા પીડાપણ તે મને નથી, તે સિદ્ધઆત્મા નિરંતર આત્માની આનંદમય રિથતિમાં રહે છે. '