________________
૧૦
પ્રથમ આત્માના શુદ્ધ સ્વરૂપને જાણીને પછી કર્મક્ષય કરવા તપ કરવો જોઈએ. આત્મતત્ત્વનું જ્ઞાન કરીને વીતરાગ દેવોએ બતાવેલ પવિત્ર સંયમ માર્ગ પાળવા કે આદરવા વડે કર્મની નિર્જરા થાય છે. આત્મસ્વરૂપના જ્ઞાનવિના સંચમ આદરવા કે પાલવાથી પણ કમની નિર્જરા થતી નથી, તેમજ આત્મસ્વરૂપનું જ્ઞાન કરીને પણ સંયમ ન પાલવાથી કર્મની નિર્જરા થતી નથી. સકામનિર્જરા કરવામાં આત્મજ્ઞાન અને સાથે પવિત્ર સંયમ પાળવાની જરૂર છે, તે અને સાથે રહેવાથી કર્મની નિર્જરા થાય છે.
લોકાચાર કે જે ગાડરીયા પ્રવાહ જે કેટલેક ભાગે હોય છે તેનો ત્યાગ કરી આત્મતત્વના આચરણમાં આદરવાળા રહી સંપૂર્ણ સંયમવાન યોગી કર્મોની નિર્ભર કરે છે. જે લોકેન્નર આચાર જ્ઞાની પુરૂને ઉપદેશેલે છે અને આત્મમાર્ગને અનુકૃળ છે તેનો ત્યાગ કરીને જે ગાડરીયા પ્રવાહ રૂપ લોકાચારનું આચરણ કરે છે તેને નિજેરામાં કારણરૂપ સંયમ નાશ પામે છે. જે પવિત્ર ચારિત્રનું આચરણ કરે છે છતાં વાસ્તવીક રીતે નિશ્ચય વ્યવહારરૂપ જ્ઞાનીઓના અપેક્ષાવાદમાં શ્રદ્ધા કરતા નથી તેની આત્મશુદ્ધિ થતી નથી. શુદ્ધિ ન થવાનું કારણ એ છે કે પવિત્ર વર્તન સાથે જ્ઞાનની પણ જરૂર છે તે સાથે દર્શનરૂપ શ્રદ્ધાની પણ જરૂર છે એકલા જ્ઞાનથી એકલા દર્શનથી કે એકલા ચા