________________
રિત્રથી પૂર્ણતા પ્રાપ્ત થતી નથી પણ તે જ્ઞાનાદિ ત્રણે સાથે હોય તેજ મોક્ષને માર્ગ છે અને તેથી જ પૂર્ણતા પ્રગટે છે.
જે સંચમી આદરવા ચગ્ય વિવિધ પ્રકારના આચારમાં પ્રવૃત્તિ કરી રહ્યો છે છતાં જે જ્ઞાની પુરુષોએ નિશ્ચિત કરેલાં સિદ્ધાંતને જાણતા નથી તે કેવળ આંધળા મનુષ્યના જે છે. જ્ઞાન વિનાની ક્રિયા ચારિત્ર એકલું ઉપયોગી નિવડિતું નથી, આંધળા મનુષ્યની ગમે તેટલી સારી પ્રવૃત્તિ હોય છતાં આંખ વિના તે સદાને માટે એગ્ય રસ્તા ઉપર ચાલી શકે નહિં. કાતાલીય ન્યાયે કદાચ તે ચગ્ય રસ્તા ઉપર આવી જાય છતાં પણ તેની પ્રવૃત્તિ પર ઉપયોગી તે નજ થાય. આંધળે બીજાને રસ્તે તે ચડાવી ન શકે, માટે ચારિત્ર સાથે જ્ઞાનની પણ જરૂર છે. સિદ્ધાંત-શ્રુતજ્ઞાન એ સાધુઓનાં નેત્રો છે. એકેન્દ્રિયાદિને ઈન્દ્રિયે તેજ ચક્ષુ છે. દેવેને અવધિજ્ઞાન રૂપ નેત્ર છે અને નિર્વાણ પામેલાને કેવલજ્ઞાનરૂપ નેત્ર છે. એકેન્દ્રિયાદિ જીને ઈન્દ્રિ નેત્રની ગરજ સારે છે. સિદ્ધાંતરૂપ નેત્રો દ્વારા સાધુઓ જેવે છે અને તે દ્વારા જાગૃતિ મેળવી આત્મજ્ઞાનમાં આગળ વધે છે. દેવે અવધિ જ્ઞાનવડે પિતાનું હિત અહિત જાણે છે. અને સિદ્ધના જીવો સર્વ નેત્રવાળા છે-કેવળજ્ઞાનવડે વિશ્વને જુવે છે. માટે આગમમાં કહેલાં અનુષ્ઠાન કરવા તે નિજાનું કારણ થાય છે.