________________
છે, તે ચિતન્ય જ્ઞાન એ ગુણ છે. જે અજ્ઞાનતાથી કમે આવે છે તો તેના વિરોધી ભાવ રૂપ જ્ઞાન દષ્ટિથી કર્મો આવતાં અટકી શકે છે. અને પૂર્વનાં બાંધેલાં કર્મો ચાલ્યાં. જાય છે એટલે આત્મજ્ઞાન વડે આત્માની શુદ્ધિ થઈ શકે છે પણ બીજા કોઈ પદાર્થથી આત્માની શુદ્ધિ થતી નથી.
આત્મા પર દ્રથી તદ્દન જુદો છે એટલે ગમે તેવાં સારાં પરદ્ર વડે સર્વ પ્રકારે પ્રયન કરો છતાં આત્મા શુદ્ધ થવાનું નથી, તેમજ તે પરદ્રવ્ય આત્માને સ્પર્શ પણ કરી શકવાના નથી. પરદ્રવ્ય જે શુભાશુભ કર્મો તેને આત્માથી અલગ કરવાં હોય તે આત્મ સ્વરૂપની ભાવના કરવી, હું આત્મસ્વરૂપ છું તે હકીકતનું અખંડ સ્મરણ કર્યા કરવું, આત્મસ્વરૂપને વિચાર નહિં કરનાર પરદ્રવ્યને ત્યાગ કરી શકતો નથી.
આત્માના દ્રવ્યગુણ પર્યાયને વિચાર કરે, હું આત્મા છું એવી પ્રબળ ભાવના વધારવી, આત્માની અનંત શક્તિને તેમજ તેના જ્ઞાતા દષ્ટા પણાના ગુણને વિચાર કરવો આત્માના દરેક પ્રદેશમાં હું અનંત બળવાન જ્ઞાનવાન આત્મા છું એવી જાગૃતિ કરી મૂવી તે પરદ્રવ્યને આત્માથી અલગ કરવાનો ઉપાય છે.
પદ્રવ્યને પણ જાણે ઓળખે. આત્માથી પરદ્રવ્યને અલગ કરવાની ઈચ્છાવાળાઓએ