________________
૧૧
જાણે છે. આત્માનું સ્વરૂપ ચિતન્ય છે, તે ચૈતન્ય જ્ઞાનમય છે, જ્યાં સુધી જ્ઞાનના સામર્થ્યને અટકાવનાર–પ્રતિબંધકનું સામ પ્રબળ હોય છે, ત્યાં સુધી જ્ઞાન પિતાના વિશ્વ દષ્ટાપણાના કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. આમામાં અનંત સામર્થ્ય છે, અનંત જ્ઞાન વિદ્યમાન છે છતાં તે શકિતને અટકાવનાર જ્ઞાનાવરણાદિ કર્મની હૈયાતિ હોય છે ત્યાં સુધી જ્ઞાન પિતાનું વિશ્વજ્ઞાતી પણાનું સામર્થ્ય પ્રગટ કરી શકતું કે વાપરી શકતું નથી. જ્ઞાનાવરણ દૂર થતાં આત્મા લોકાલોક પ્રકાશકપણાની પોતાની શકિત પ્રગટ કરી તેનો અનુભવ લે છે.
જેમ અગ્નિના સ્વભાવને અટકાવનાર ચંદ્રકાન્ત મણુિં અથવા મંત્રાદિ પ્રતિબંધક રૂપ ન હોય તો અગ્નિ બાળવા રોગ્ય પદાર્થને બાળવા સિવાય રહેતું નથી તેમ જ્ઞાનીને જ્ઞાનનું પ્રતિબંધક જ્ઞાનાવરણ કર્મ ન હોય તે તે પિતાની ગાયક શક્તિથી ચન-જાણવા ચગ્ય પદાર્થને જાણ્યા વિના અજ્ઞ રહી શકતું નથી. આત્મજ્ઞાનને દેશકાળાદિને પ્રતિબંધ નથી.
જેમ સૂર્યને પ્રકાશમાં દેશ કાળ કે સ્વભાવ પ્રતિબંધકરૂપ નથી તેમ આત્માને પણ દૂર પ્રદેશ આદિને પ્રતિબંધ નથી એ પ્રગટ અનુભવ સિદ્ધ છે.
મેરૂપર્વત એ દેશ-ક્ષેત્રની અપેક્ષાએ દર પ્રદેશ છે.