________________
૧૧૭
વિના પહાડ ભેદી શકાતું નથી તેમ શુદ્ધ આત્માના ધ્યાન વિના મહાદિને નાશ કરી શકાતું નથી. વિશાળ અને મજબુત પહાડને તોડવા એ મુશ્કેલીવાળું કામ છે છતાં તેની ઉપર વજના પ્રહારો કરતાં થોડા વખતમાં તેના કકડે કડી કરી શકાય છે તેમ જ્ઞાનાવરણાદિ ચાર કેમ રૂ૫ પહાડે તોડવા એ મુશ્કેલીવાળું કામ છે છતાં વિશુદ્ધ આત્માનું ધ્યાન કરવા રૂપ વજા વડે ઘણી સહેલાઈથી તે તેડી શકાય છે. ધ્યાન કરવાથી–ધ્યાનની સ્થિરતા રૂ૫ અગ્નિ વડે કર્મોમાં રહેલા રસ શેકી નાખવાથી કર્મો નિરસ થઈ ઘણુ થોડા વખતમાં આત્મ પ્રદેશથી ખરી પડે છે. જુદાં થઈ જાય છે, માટે મેક્ષના અથી જેને કર્મો દૂર કરવા શુધ્ધ આત્માનું ધ્યાન કરવું તે એગ્ય માર્ગ છે. જેમ વ્યાધિવાળા મનુષ્યને અસાધ્ય જે પણ વ્યાધિ ઔષધો વડે દૂર થતાં તેને જે આનંદ પ્રાપ્ત થાય છે તે પણ તાત્વિક આનંદ, મહાન કલેશકારી અને દુખે દૂર કરી શકાય તેવી કમની અસાધ્ય જેવી જણાતી વ્યાધિને શુધ્ધ ધ્યાન રૂ૫ અષધ વડે દૂર કરવાથી આ રોગીને પ્રાપ્ત થાય છે.
આ કેવલજ્ઞાની કેવલ જ્ઞાનરૂપ નેત્ર વડે ઈન્દ્રિયાતીત પદાર્થોને સાક્ષાત જોઈને જીવની યોગ્યતાનુસાર ધમપદેશ આપવાની પ્રવૃત્તિ કરે છે. તેઓ મહાન પુન્યવાન હોવાથી દેવે આઠ મહા પ્રતિહાર્ય તેમની સેવા અર્થે બનાવે છે.