________________
૧૨૦
રામ લક્ષમણદિ ઘણું વખત પહેલાં થઈ ગયા તે કાળની અપેક્ષાએ દૂર છે. પરમાણુ એ અતિ સૂક્ષમ હોવાથી સ્વભાવની અપેક્ષાએ દૂર મનાય છે. આમ દેશની અપેક્ષાએ સૂર્ય દૂર હોવા છતાં પદાર્થોને પ્રકાશવાનું કાર્ય સૂર્યને માટે અશક્ય નથી, કેમકે સૂર્યને સ્વભાવ સદા પ્રકાશવાજ છે. આજ દષ્ટાંતે દેશ કાળાદિની અપેક્ષાએ પદાર્થો દૂર હોવા છતાં જ્ઞાન સર્વ પદાર્થોને સ્પષ્ટપણે જાણે છે. મેરૂ પર્વત, રામ લક્ષ્મણ અને પરમાણુ આદિ દેશ કાળ અને ભાવથી વિપ્રકૃષ્ટ-દૂર હોવા છતાં તેને જાણવામાં જ્ઞાનને જરાપણ અડચણ કે મુશ્કેલી પડતી નથી. સૂર્ય જે સ્થાને રહ્યો છે તે સ્થાનથી દૂર આવેલા પદાર્થને પ્રકાશવાનું કાર્ય સૂર્યને જેટલું સહેલું છે, શકય છે તેટલું જ દેશ કાળાદિથી દૂર આવેલા પદાર્થો હોવા છતાં તે સર્વ પદાર્થોનું જ્ઞાન કરવાનું કામ આત્માને માટે હેલું અને શક્ય છે. દેશ કાળાદિ વિપ્રકૃષ્ટ-દૂર હોવા છતાં તે જ્ઞાનને જાણવામાં પ્રતિબંધક નથી એ સ્વાનુભવ પ્રત્યક્ષ છે. વિશેષ એટલો છે કે આ વાત કેવલ જ્ઞાનની અપેક્ષાએ સમજવાની છે. આ પૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન તેને દેશકાળાદિ કોઈ પ્રતિબંધક નથી, પણ જે દેશ-થોડું પ્રત્યક્ષ એવાં મતિજ્ઞાનાદિ છે તેમાં તે દેશાદિથી વિપ્રક—દર પદાર્થો તેનું જ્ઞાન થવામાં જ્ઞાનાવરણ પ્રતિબંધક છે. આ ઉપરથી એ નિશ્ચય થયે કે જેમ સૂર્યને પ્રકાશ કરવામાં પ્રતિબંધકરૂપે વાદળાને