________________
૧૧૬
મેક્ષ અધિકાર. ૭ બંધનાં કારણ બંધ થતાં આવતાં કર્મો સર્વથા બંધ થાય છે અને નિર્જરા વડે પૂર્વનાં બાંધેલાં કર્મો આત્માથી સદાને માટે અલગ થાય છે. તે સ્થિતિને મોક્ષ કહે છે. આ મેક્ષમાં સદાને માટે જ્ઞાનને પ્રકાશ પ્રકાશતેજ રહે છે અને જન્મમરણે સદાને માટે બંધ થાય છે. આ મોક્ષ પ્રાપ્ત થયાં પહેલાં આ છેલ્લા મનુષ્યના દેહમાં રહેતાં જેમ અંધકાર દૂર થતાં આકાશમાં પ્રકાશ સ્વરૂપ દેદીપ્યમાન સૂર્યઉદય પામે છે તેમ જ્ઞાનાવરણુ, દશનાવરણ, મેહનીય અને અંતરાય એ ચાર કર્મનો ક્ષય થતાં કેવલ જ્ઞાન ઉદય પામે છે. પ્રગટ થાય છે. જેમ અંધકાર સૂર્યના પ્રકાશનું પ્રતિબંધક છે તેમ જ્ઞાનાવરણાદિ ચાર કર્મો કેવલ જ્ઞાનાદિ આત્મગુણના પ્રતિબંધક છે. અંધકાર દૂર થતાં સૂર્ય પ્રકાશી રહે છે તેમ જ્ઞાનાવરણાદિ દૂર થતાં કેવલ જ્ઞાનાદિ ચાર ગુણે પ્રગટે છે. મેલથી મલિન થયેલા આરિસામાં કાંઈ પણ રૂપ–પ્રતિબિંબ દેખાતું નથી તેમ જ્ઞાનાવરણદિ કર્મોથી મલિન આત્મામાં કેવલ જ્ઞાનાદિ ગુણે પ્રગટ થતા નથી. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાય આ ચારકર્મો સાથે નાશ પામે છે અને તેને લઈને યોગીને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ અને અનંત વીય–શક્તિ આ ચારગુણે સાથે પ્રગટ થાય છે. જેમાં વા