________________
૧૦૬
કરીને કાદવવાળા ખાબોચીયાનો આશ્રય લે છે, નદીઓ અને સમુદ્રો એ કાંઈ તાત્ત્વિક તીર્થ નથી. જે તારે તે તીર્થ, આત્મા સિવાય કઈ તારનાર નથી, માટે આત્મા જ તાત્વિક સુખરૂપ અને નજીકના તીર્થને મૂકીને આત્મશુધ્ધિ માટે જેઓ નદીઓ આદિ તીર્થો વડે આત્માની શુદ્ધ કરવા પ્રયત્ન કરે છે, તેઓ સત્યમાર્ગના અજાણ છે. | નદીનાં જળો શરીરની શુદ્ધિ કરશે, ગરમીની ઉષ્માને શાંત કરશે. પાણીની તૃષા મટાડશે, પણ આત્મજાગૃતિ તે નહિંજ આપે, કેધાદિની ગરમી શાંત નહિ કરે, મનને નિર્મળ નહિં કરે. ક્રોધાદિને શાંત કરનાર તે સંયમ રૂપ પાણીથી ભરેલી આત્મા રૂપી નદીજ છે.
મુશ્કેલીઓ સહન કરે.
પોતાના આત્મામાં સ્થિરતા કરવા ઈચ્છનારા મનુષ્યોએ જે જે મુશ્કેલીઓ આવી પડે છે તે સમજાવે સહન કરવી જોઈએ. જે જે પરિષહો કે ઉપસર્ગો બીજાઓ તરફથી આવે તે સહન કરવાની ટેવ પાડવી જોઈએ, આ મુશ્કેલીઓ સહન ન કરી શકનારનું આત્મજ્ઞાન તેવા મુશ્કેલીના પ્રસંગે આવી પડતાં નાશ પામે છે. સુખમય સ્થિતિમાં રહીને જે જ્ઞાન ઉસન્ન કરેલું હોય છે. તે દુખ આવી પડતાં ખસી જાય છે, વિક્ષેપ ઉત્પન્ન થવાથી તેની નિશ્ચળતા ટકી રહેતી