________________
જરા પણ તેના મન ઉપર થતી નથી. એક મનુષ્યને કઈ ગાળો આપે છે છતાં તે સાંભળતો ન હોવાથી તે ગ્રહણ કરતું નથી તે તેની અસર તેના મન ઉપર જરા પણ થતી નથી, તેમ મનુષ્ય સાંભળવા છતાં જે તેની ઉપેક્ષા કરી શકે– તે તરફ ઉદાસીનતા ધારણ કરે, સાંભળ્યું ન સાંભળ્યું કરે તે તેની અસર રાગદ્વેષ રૂપે જરા પણ થતી નથી.
અન્યના દોષ કે ગુણ અન્યને આનંદ કે વિષાદ કરી શકતા નથી, કેમકે તેના ગુણ કે દેષ બીજામાં પ્રવેશ કરી શકતા નથી. છતાં બીજાના ગુણ કે દેશે જોઈને આ જીવ તેમાં રાગ કે દ્વેષ કરે તે પોતાની અસહન શીલતા રૂપ ભૂલને લઈને તે જીવ સુખી કે દુઃખી થાય છે. અમુક મનુષ્ય મારું ઈષ્ટ કે અનિષ્ટ ચિંતવે છે એવી બુદ્ધિ કરવી કે એ વિચાર કરવા તે પણ વૃથા-નકામે છે. કેમકે પારકાના ચિંતન કરવાથી બીજે મનુષ્ય પીડાતો નથી કે રક્ષણ પણ પામતો નથી. બીજે માણસ આપણું બુરું ચિંતવે કે આપણું સારું ચિંતવે-આપણુ તરફ સારી લાગણ રાખે તેથી કાંઈ આપણું બુરું થઈ જતું નથી કે સારું પણ થઈ જતું નથી. જે તેમજ સારું બુરું વગર કારણે થયા કરતું હોય તે આ દુનિયામાં કેઈ સુખી ન રહે, અથવા કોઈ દુખી જ ન થાય, કેમકે કઈને કઈ આપણું સારું કે બુરું ચિંતવતું તે હશેજને ? પણ ખરી રીતે આપણું કર્તજ સારાં હાથ કે નઠારાં હોય તો તેની જોખમદારી આપણું ઉપર આવી