________________
કહે છે. આમાં ગુર્નાદિક જે આચાર્ય ઉપાધ્યાય અને મુનિ રૂપ છે તેને વંદના કરવી તે વિશેષ રૂ૫ વંદના છે. પવિત્ર આતમને નામ રૂપની કલપના વિના જે વંદના કરાય તે સામાન્ય રૂપે વંદના છે. બન્નેને કરાતી વંદના લાભ દિાયક છે. છતાં શુભ ઉપયોગવાળી વંદના પુન્ય ફળદાતા છે. અને શુદ્ધ પવિત્રાત્માકારે પરિણમવા રૂપ વંદના સંવરનું કારણ છે. ૩
પૂર્વે કરેલાં કર્મોમાંથી જે કમે અત્યારે ફલ દેવા આવેલાં છે-ઉદયમાં આવેલાં છે તે કર્મભેગાવવામાં મારા પણને ત્યાગ કર, શુભાશુભ સુખ દુઃખના પ્રસંગમાં
હું ન માનવું તેને પ્રતિકમણ કહે છે. પૂર્વે જે વખતે આ જીવે કમને બંધ કરેલ છે તે વખતે તેને પોતાનું -આત્મભાન જાગૃત ન હતું તેથીજ કર્મને બંધ થયેલ છે.
એ ભૂલ થઈ છે તે ભૂલ ત્યારેજ સુધરે કે જ્યારે આત્મા પિોતે પોતાના સ્વરૂપમાં જાગૃત થાય અને તે, તે વખતે જ કહી શકે કે મનમાં માની શકે કે આ ઉદય આવેલ કર્મો તમે મારાં નથી. તમે અત્યારે જે મને સુખ દુખ રૂપ ફળ આપવા આવ્યાં છે તે મારી ભૂલનું જ પરિણામ છે, એમ કહી તે સમભાવે ભેગવી લે અને તે ભેગવતાં નવાં કર્મ ન બાંધે તેનું નામ પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે પાછું હઠવું, સ્વભાવને ભૂલી વિભાવમાં ગયો હતો ત્યાંથી પાછા ફરીને પાછો સ્વભાવમાં આવ્યો માટે તેનું નામ પ્રતિક્રમણ છે.