________________
મનુષ્ય ગતિમાં રહીને જે આત્મા પુન્ય કરે છે તે જ આત્મા દેવગતિમાં તેનું ફળ ભેગવે છે. અહી આત્મ દ્વવ્યની મુખ્યતા છે નય એટલે અભિપ્રાય-અપેક્ષા.નય બે છેદ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. મૂળ દ્રવ્યને–વસ્તુને લક્ષમાં રાખીને જે વસ્તુનો નિર્ણય કરે છે-દ્રવ્યને વિષય કરે છે તે દ્રવ્યાર્થિક નય છે, અને જે પર્યાય તરફ લક્ષ આપીને પર્યાયની વાતો કરે છે–પર્યાયને વિષય કરે છે તે પર્યાયાર્થિક નય છે. દ્રવ્ય પર્યાયની અપેક્ષાએ એકતા અને અનેકતા - જે વખતે આત્માની સાથે પર્યાયાર્થિક નયને સંબંધ જોડવામાં આવે છે તે વખતે આત્મા એક હોવા છતાં અનેક આત્મા કહેવાય છે કેમકે આત્મા કેઈ વખતે મનુષ્ય થાય છે કે વખતે દેવ થાય છે, કેઈ વખતે તિર્યંચ થાય છે તે કઈ વખતે નારકી થાય છે. આવાં અનેક રૂપ ધારણ કરતો હોવાથી એક આત્મા હોવા છતાં પર્યાયની અપેક્ષાએ તે, અનેક થાય છે. અને અનેક કહેવાય છે.
. હવે જે વખતે દ્રવ્યાર્થિક નયને આત્માની સાથે સંબંધ રાખીને વાત કરવામાં આવે છે તે વખતે એક આત્મા કહેવાય છે. અર્થાત્ મનુષ્યાદિ અનેક સ્વરૂપ થવા છતાં તે બધામાં આત્મ દ્રવ્ય તે એક જ છે, માટેજ ઉપર કહેવામાં આવ્યું છે કે પર્યાની અપેક્ષાઓ કે કર્મ કરે છે અને તેનાં ફળ બીજો કોઈ ભગવે છે. જે મનુષ્ય અમુક