________________
પરિણામ ઉત્પન્ન કરે છે. સિદ્ધના છ અકષાયવાળા હોવાથી તેમને પરિણામ હોતા નથી. કેવળ જ્ઞાનીઓને પણ સર્વથા કષાય પરિણામ હોતા નથી, તેથી તે કર્મબંધન પામતા નથી. જીવ જે અપરિણામે રહેવાને પ્રયત્ન કરે તો તેને કષાયે ઉત્પન્ન થતા નથી અને કષાયે ઉત્પન્ન ન થતા હોવાથી તેના પરિણામી ધર્મમાં વધારે થયા કરે છે. અભ્યાસથી કષાની જડ ઉખડી જતાં તે બબર અપરિણમી આત્મસ્વરૂપ થઈ રહે છે, ઘાતિકર્મને સંબંધ દૂર થતાં આત્મા અપરિણામી સદાને માટે થઈ રહે છે. કેવળજ્ઞાની જીને વાતિકર્મો ન હોવાથી કષાય ઉત્પન થતા નથી તેથી તે અપરિણામી છે. તે જીવોને કષાયથી આવતે આશ્રવ બંધ થાય છે–અટકી જાય છે.
જીવ તથા કર્મને અન્ય અન્યના ગુણોનું કર્તાપણું નથી, કેવળ એક બીજાના નિમિત્તથી એકબીજાના પરિણામની ઉત્પત્તિ થાય છે. તાવિક દ્રષ્ટિએ-નિશ્ચય દહિટએ જીવ તથા કમેને પોતપોતાના ગુણોનું કર્તાપણું છે. જીવ તથા કર્મ એક બીજાના ગુણે કરે છે તે વાત વ્યવહારની અપેક્ષાએ કહેવાય છે. જ્ઞાનદર્શનાદિ ગુણે જીવના છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણાદિ આવરણે તે કમેના ગુણે છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન આદિ તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદશન આદિ જીવના પરિણામ–પર્યાય છે. મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદશનાવરણ, અચક્ષુ