________________
ડીશ, હું બીજાને સુખી કે દુઃખી કરું છું, સુખી કે દુખી અમુકને મેં કર્યો, અથવા અમુકને સુખી કે દુઃખી કરીશ. આમ મારવા કે બચાવવાના નિમિત્ત પ્રસંગે તે જીવના પરિણામોમાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે અને આ રાગદ્વેષ કરીને દરેક ક્ષણે આ જીવ નવીન કર્મને બંધ કરતો રહે છે.
બીજાને હાથે જીવવાના, મરાવાના કે પીડાવાના અથવા બીજાને મદદ કરવાના, મારવાના, જીવાડવાના કે દુ:ખી કરવાના વિચારે કે બુદ્ધિ થવી તે જીવને કેવળ મેહથી ઉત્પન્ન થતી કલ્પનાઓ જ છે. અથવા તે મેહથી કપેલી છે તાત્વિક નથી. . ઉપકારીને ઉપકાર અનુભવતાં અથવા ઉપકાર કે અપકારને બદલે લેતાં દેતાં મેહને લઈને આ જીવ અનેક પ્રકારની મિથ્યા કપનાઓ કર્યા કરે છે, પણ જ્યારે આ જીવને આત્મતત્વનું જ્ઞાન થાય છે, તેને મોહ તેને લઈને દૂર થાય છે ત્યારે તે એમ પણ સમજવા લાગે છે કે “ હું તે કેવળ ચિદાનંદ સ્વરૂપ છું. મારામાં કે બીજામાં રાગદ્વેષાદિ વિકારે જે ઉત્પન્ન થાય છે તે જ્ઞાનાવરણાદિ કર્મોને લઈને જ છે. અત્યાર સુધીની મારી વિવિધ કલ્પનાઓ કેવળ તાત્વિક રવરૂપના અભાવને જ આભારી હતી, આવી જાગૃતિ આવતાં આત્મા પોતાના નિવિકલ૫ સ્વભાવનાં આનંદમાં સ્થિર થાય છે.