________________
-ડાયેલું નથી હોતું પણ નિર્મળ –શુદ્ધ હોય છે તે મનુષ્ય સજીવ નિવકે બનેની મિશ્રતાવાળી વસ્તુઓનું છેદન ભેદન કરે, વળી તે વસ્તુઓની અંદર હેરફેર આવ જાવ કરે છતાં તે મનુષ્ય ધળ આદિ રજથી લેપતે નથી, તેમ રાગદ્વેષ વિનાને જીવ કેઈ પદાર્થનું છેદન ભેદન કરે છતાં તે કર્મથી અંધાતો નથી.
આંહી ચીકાશ વિનાનું શરીર હોવાથી તે ધૂળથી ખરડાતું કે મેલું થતું નથી,એ કહેવાનો આશય એ છે કે શરીરને ધળ ‘પ્રમુખથી ખરડાવામાં કે મેલું થવામાં મુખ્ય કારણું ચીકાશ છે,
તે નહાવાથી શરીર મેલું થતું નથી. તેમ જીવ પણ સજીવ નિર્જીવ કે મિશ્ર પદાર્થોનો નાશ કરવા છતાં રાગદ્વેષ રૂપી ચીકાશ વિનાને હેવાથી–રાગદ્વેષ કરતે ન હોવાથી પાપથી બંધાતું નથી. પાપકર્મ બાંધવામાં મુખ્ય કારણ રાગદ્વેષ છે તે સિવાય બંધ થતો નથી.
જેમ ચીકાશવાળા પદાર્થથી ખરડાયેલા શરીરવાળે મનુષ્ય છેદન ભેદનની પ્રવૃત્તિ પિતે કરતું નથી પણ તેવી પ્રવૃત્તિ જ્યાં થાય છે ત્યાં પોતે બેઠા હોય છે તેથી વિવિધ પ્રકારની રજ વડે તેનું શરીર મલીન થાય છે, તેમ કોપા દિથી વ્યાકુળ ચિત્તવાળે મનુષ્ય કેઈ પણ પ્રકારના પાપના આરંભે પોતે જાતે કરતા નથી પરંતુ મન વચન કાયાના શુભાશુભ વ્યાપારના વચમાં રહ્યો હોય છે તેથી તે પાપોથી બંધાય છે.