________________
દાય અને તેમાંથી જ્ઞાનદર્શન ઈત્યાદિ આત્મિક શક્તિઓને દબાવવાને જે સ્વભાવ ઉત્પન્ન થાય છે તે પ્રકૃતિબંધ કહેવાય છે. આ કર્મને ચાર પ્રકારને બંધ આત્મા ઉપર આવપણ કરે છે.
જીવ જ્યારે રાગદ્વેષને પરિણામ ઉત્પન્ન કરે છે, રાગદ્વેષમાં એક રસ થઈ રહે છે ત્યારે કર્મને બંધ થાય છે. રાગદ્વેષ સિવાય એકલા મન વચન શરીરની પ્રવૃત્તિ કરવાથી તે કર્મબંધ થતો નથી, એટલે કર્મબંધનમાં મુખ્ય કારણ રાગદ્વેષ છે. જ્યાં સુધી રાગદ્વેષ હોય છે ત્યાં સુધી આ ચારે પ્રકારને બંધ થાય છે. રાગદ્વેષ જે ન હોય અને મન વચન શરીરની પ્રવૃત્તિ કરવામાં આવે તે તેથી તે બંધ થતું નથી. રાગદ્વેષના પ્રમાણમાં કર્મની સ્થિતિનો બંધ અને રસને બંધ થાય છે. મન વચન કાયાની શક્તિ–પ્રવૃત્તિ દ્વારા પ્રતિબંધ અને પ્રદેશબંધ થાય છે. આ રાગદ્વેષ અને મનાદિની પ્રવૃત્તિ સાથેની વાત છે, પણ જે એકલા મનાદિ ચગે હોય તે આ મનાદિથી થતો પ્રકૃતિ અને પ્રદેશબંધ તે બંધ છતાં બંધ ન હોય તે સામાન્ય થાય છે. રાગદ્વેષથી થતું બંધ જે આત્માને હાનીકારક થાય છે તે કેવળ મનાદિ ગોથી થતે બંધ નુકશાનકારક થતો નથી. માટે જ કહ્યું છે કે “રાગદ્વેષના અભાવમાં કમને બંધ થતો નથી.”
જેનું શરીર તેલ ઘી આદિ ચીકાશ વાળા પદાર્થોથી ખર