________________
૫૮
વિશેષતાવાળાં કે ચડીયાતાં નથી. આ સમજ જે જીવમાં પ્રગટ નથી થઈ તેને ચારિત્રવાનું કહી શકાય નહિં. પુન્ય અને પાપ અને બંધન રૂપ હોવાથી સંસારની વૃદ્ધિના કારણે છે. પાપ કરતાં પણ પુણ્ય આત્મભાન વિશેષ પ્રકારે ભૂલાવનાર છે, અભિમાનનું કારણ છે, પ્રમાદનું ઘર છે, અવિરતિનું સ્થાન છે, વિવિધ ઇચ્છાઓનું પ્રેરક અને પોષક છે, આત્મભાન વિનાનાને વિશેષ પાપ કરાવીને દુતિમાં લઈ જનાર છે. પાપથી જીવ દુઃખી થાય છે, તેનું અભિમાન. ગળી જાય છે, દુઃખ તેને જાગૃત કરે છે, તે દૂર કરવા માર્ગ શોધાવે છે, વિનય અને વિવેક, નમ્રતા અને સ્વાશ્રયતા શીખવાડે છે. આ પાપના ઉદયે સંસ્કારી જીવ જાગૃત થાય છે અને સુખી થવાના માગે તે ચાલે છે, આમ પુન્યા કરતાં પાપને ઉદય કોઈ અપેક્ષાએ ઠીક છે. બાકી આશ્રવ તે આત્માને આવરણ કરનારાં ધોળાં અને કાળાં બને પ્રકારના વાદળાંજ છે. તેમાં પણ જે જીવ કષાય ભાવમાં. વર્તતે હેય અને કદાચ પાપના આરંભને ત્યાગ કરીને ઉત્તમ વ્રતનું પાલન કરતો હોય છતાં તેવા જ કર્મોથી મુક્ત થઈ શકતાજ નથી. કેમકે વ્રતા તે પાળે છે પણ કષાય દ્વારા તે જીવમાં પાપના આશ્ર આવવાના ચાલુ જ રહે છે. આ કષાયની હયાતિમાં પાપના આરંભને ત્યાગ અને ઉત્તમ ચારિત્રનું આચરણ કાંઈ કાર્ય કરી શકતું નથી. આશ્રવથી જીવને બચાવી શકતું નથી, માટે કષાયને. ત્યાગ કરવાની મુખ્ય આવશ્યકતા છે.