________________
રહીશ, આ મિથ્યા ભ્રાંતિ છે. જડ–પર વસ્તુને પિતાની માની ત્યારથી જ આ જીવે અવળી ગતિ પકડી છે. તેના ત્યાગથીજ-સત્ય સમજણ પછીથી જ તેને માર્ગ સવળે થાય છે, નહિંતર કર્મ. આગમનને આજ માર્ગ છે. આત્માથી જુદાં જે ચેતન કે અચેતન પદાર્થો છે, તેમાં પોતાપણાની અદ્ધિ કામ કરતી રહે છે ત્યાં સુધી કર્મ માર્ગ અટકાવી શકાતી નથી. પોતાના સ્વરૂપને ભૂલિને પર વસ્તુમાં સત્યતા માની તે માટે પ્રવૃતિ કરવી એજ કર્મને આવવાના દ્વારે પાતાને હાથે ખુલ્લા કરી દેવાં બાબર છે. જીવ શુભાશુભ પરિણામે કરે છે, આ પરિણામને આશ્રય લઈને–પરિણું મોના નિમંત્રણને માન દઈને કર્મો તેના તરફ ધોધ પ્રવાહ રૂપે ચાલ્યાં આવે છે. આ કર્મો સત્તામાં જ થાય છે.
જ્યારે તેને ઉદય થાય છે એટલે જ્યારે તે કર્મોનું સ્વતંત્ર સામ્રાજ્ય પ્રગટે છે એટલે પિતાની જાતિના કર્મોને તેઓ આમંત્રણ આપીને જીવની ચારે બાજુ તેનેજ વિસ્તાર જમા કરી દે છે, અર્થાત્ જીવને જરા વાર પણ છુટો કે એકલો રહેવા દેતા નથી. જે થોડીવાર પણ જીવ આ કર્મોના 'તિવ્ર ઉદયથી અલગ થાય તો જરૂર તે પોતાના ખરા સ્વરૂપને સંભારે અને પોતે મહાન દુઃખી છે તેનું ભાન થાય, અને આ કર્મોને અલગ કરવા મહેનત કરે, પણ રાજદ્વારી અને તેમાં ખરા મુસદ્દી પુરૂષે જેમ રાજાની આગળ પાછળ પિતાનાં જ માણો ગોઠવી દે છે અને રાજા બીજા વિધી પુરૂષના સહવાસમાં ન આવે, તે માટે બહુ સાવચેતી રાખે છે, જે