________________
४०
તે થતી નથી. રસના પ્રતીતિ કાળમાં રૂપની પ્રતીતિ થતી નથી,એટલે રસથી રૂપ જુદુંછે તેમ શરીરની પ્રતીતિથી આત્માની પ્રતીતિ થતી નથી માટે શરીરથી આત્મા ભિન્ન છે. જ્ઞાન આત્માનું લક્ષણ છે તેથી જ્ઞાનની આત્માથી ભિન્નતા છે નથી, જ્ઞાન સ્વરૂપ આત્મા છે.
ઇન્દ્રિચેા વડે જે દેખાય, જણાય, અને અનુભવાય તે સર્વ આત્માથી બાહ્ય છે, જુદું છે, વિનાશ પામનાર છે. અને અચેતન છે, જ્યારે આત્માના સાક્ષ થાય છે ત્યારે રાગદ્વેષ આદિનું સ્વરૂપ કાંઇ રહેતુ નથી, માટે આ સ પુલિક અચેતન છે, જેમ વાદળા આડે આવવાથી વાદબેને લીધે સૂર્યમાં અનેક પ્રકારના વિકારા જણાય છે છે તેમ રાગદ્વેષ માહ મદ આદિ જે જે વિકારા આત્મામાં દેખાય છે તે તે સર્વે વાદળાની માફક કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા છે.
સૂર્ય અખંડ તેજના પુંજ રૂપ અને પ્રકાશ સ્વભાવવાળા છે છતાં તેની આડે વાદળે આવી જવાથી તેના તેજ અને પ્રકાશ ગુણમાં એછાશ અને અન્ય વિકાશ દેખાય છે, જ્યારે વાદળાં ખસી જાય છે ત્યારે સૂર્ય પોતાના મૂળ સ્વરૂપે છે તેવા દેખાવ આપે છે, તેમ આત્મા પ્રકાશ સ્વરૂપ છે છતાં કર્મનાં આવરણાથી નર નારકાદિ ગતિ જાતિમાં રાગદ્વેષ અજ્ઞાન રૂપે દેખાય છે, તે સર્વે કર્મના વિકારા છે આત્માના નથી, તે દૂર થતાં આત્મા પૂર્ણ સ્વરૂપે પ્રકાશે