________________ પ્રકરણ 2 જુ.] યુરેપિઅનેની શરૂઆતની ધામધુમ. ' 41 તાબામાં જવાથી ત્યાં દર્શને જનારા ખ્રિસ્તી લોકોને મુસલમાને તરફથી ઘણો ત્રાસ પડવા લાગે. પીટર નામને એક કેન્ચ સાધુ જેરૂસલમ ગયો ત્યારે ત્યાં પિતાના ધર્મબાંધો ઉપર પડતા અસંખ્ય દુઃખે તેનું મન પીગળાવ્યું. ત્યાંથી પાછા ફરી તેણે યુરોપનાં સઘળાં ખ્રિસ્તી રાજ્યની મુલાકાત લીધી, અને તેમને સ્વધર્મી યાત્રાવાસીઓને મુસલમાનોના ત્રાસમાંથી બચાવવા ઘણી આજીજીપૂર્વક વિનંતિ કરી. આ ઉપરથી સઘળાં રાજ્યોએ એકત્ર થઈ જેરૂસલમ કબજે કરવાને, અને એમ કરવામાં ઉપર કહેલાં ઈટાલીનાં દરીઆઈ રાજ્યની મદદ લેવાનો નિશ્ચય કર્યો. સઘળાં રાજ્યનું લશ્કર કૅન્સ્ટન્ટનોપલમાં જમાવ કરી ત્યાંથી જેરૂસલમ ઉપર સ્વારી લઈ જવાને એઓએ વિચાર કર્યો. પણ આ કામમાં વહાણ અવશ્ય જરૂરનાં હેવાથી, અને તેની પુરતી સંખ્યા વેનિસ અને અને આ પાસેથી જ મળે એમ હોવાથી, સર્વ યુરેપિઅન રાજ્યોએ આ સંસ્થાને સાથે મિત્રાચારી કરી તેમની મદદ મેળવી. આમ કર્યા સિવાય આટલાં મેટાં લશ્કરને દારૂગોળ તથા ખેરાકી પહોંચાડવાનું કામ અશક્ય હતું. પરંતુ આ સંસ્થાને એ કેવળ વેપાર વૃદ્ધિની આશા ઉપરજ આ મદદ કરવાનું માથે લીધું હતું. તેમનાં વહાણે ધર્મયુદ્ધ માટેનાં લશ્કરને એડીઆટિક સમુદ્રમાંથી સામે પાર ડેલમેશિઆના કિનારા ઉપર પહોંચાડતાં; ત્યાંથી લશ્કર કિનારે કિનારે આગળ જતું, અને ઉપર કહેલાં વહાણો તેને માટેની સઘળી સામગ્રી લઈ તેની મદદે સાથે સાથે જતાં, અને એમ કરતાં રસ્તામાંનાં પ્રત્યેક બંદર સાથે વેપાર ચલાવતાં. આવી રીતે એ સંસ્થાનને બેવડે ફાયદો થતો હતો, કેમકે આ ઉપરાંત કંઈક મુલક કબજે કરવામાં આવતું તે થયેલી ગોઠવણ અનુસાર આ મદદનીશ સંસ્થાનોને ત્યાં ખાસ હક મળતા. તેઓને ત્યાં વેપાર કરવાની સંપૂર્ણ છુટ હતી, તેમના વેપારી માલ ઉપર જકાત ઘણી જ થોડી બલકે કંઈ નહીં લેવાતી, શહેરની આજુબાજુના ભાગની અથવા શહેરમાંની વખારેની લૂટ તેમને મળતી, અને તેમની હસ્તકની પ્રાંતની હદમાં રહેનારા માણસોને ન્યાય કરવાનું કામ પરદેશીઓને ન સોંપતાં પિતે નીમેલી બેડ કરતી. આ પ્રકા