________________ પ્રકરણ ૨જું.] યુરોપેઅનેની શરૂઆતની ધામધુમ. 39 તેઓમાં વિશેષ થતું. આ હકીકતમાં મીઠું અને માછલી એ બેઉના વેપારથી વેનિસની ચડતી થઈ. ધીમે ધીમે આ વસ્તુઓનો ખપ યુરોપમાં સઘળે ઠેકાણે થવા લાગે તેથી કરી આ શહેરની આબાદીને સ્પરતા મળી. સને 697 માં વેનિસમાં પ્રજાસત્તાક રાજ્ય સ્થાપન થયું. ત્યાંની રાષ્ટ્રીયસભાના અધ્યક્ષને ઓજ (Doge) કહેતા. ડેજનાં રહેવાનાં મકાનો, ત્યાંની કચેરીઓ, ન્યાયાધીશીઓ, મીનારા, રિઆલેટનું બજાર, પુતળાંઓનાં તથા કાચનાં વાસણોનાં કારખાનાં તથા પ્રદર્શન ઈત્યાદી વેનિસની જાહજલાલીની નિશાનીઓ જોઈ હજી પણ આપણે ચકિત થઈએ છીએ. વેનિસની આ આબાદીને મુખ્ય આધાર તેના દરીઆઈ વેપાર ઉપર હતે. મિસર, સિરિઆ વગેરે પ્રાચીન રા સાથે વેનિસની સરકારે મિત્રાચારી બાંધી હતી, અને પૂર્વમાંથી યુરોપમાં માલ લાવવાનું કામ વેનિશિઅને એ માથે લીધેલું હોવાથી તેમનું શહેર દક્ષિણ યુરોપનું એક મુખ્ય સ્થાન થયું હતું. નૈકાશાસ્ત્રમાં પણ વેનિસ તે સમયે ઘણું અગાડી વધ્યું હતું. ભૂમધ્ય સમુદ્રમાં ચાંચીઆઓને ઉપદ્રવ ઘણે વધી પડવાથી વેનિસ સરકારે એમને ત્રાસ બંધ કરવા માટે એક પ્રચંડ કાફેલે તૈયાર કરી લુટારાઓમાં મોટે ત્રાસ વર્તાવ્યો હતો અને વ્યાપારી વહાણને નુકસાનમાંથી બચાવ્યાં હતાં. ચિદમી સદીમાં વેનિસનાં નાનાં મોટાં 10 ટનથી 100 ટન સુધી વજનનાં વેપારી વહાણોની સંખ્યા ત્રણ હજારની હતી. એ ઉપરાંત લડાયક બારકસે ચાળીસ હતાં, અને તે ઉપર અગીઆર હજાર આદમીનું લશ્કર રહેતું હુતું. બારમા તેરમા સૈકામાં ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચે જેરૂસલમની બાબતમાં જે મેટું ધર્મયુદ્ધ થયું તેમાં વેનિસને ઘણો ફાયદે થે, કેમકે તે દરમિઆન યુરેપથી એશિઆમાં લશ્કર લાવવાનું કામ તેણે કરવાથી તેને પુષ્કળ લાભ થયો તેમજ તેને વેપાર પણ ઘણો વધ્યો. વિશેષ પૂર્વના વેપારનું મુખ્ય મથક કન્ટેન્ટીનેપલ જ્યાં કન્ટેન્ટાઈને બાદશાહના વખતથી અપાર નાણાને સંચય થયો હતો તે ધનાઢય શહેર વેનિશિઅનેના હાથમાં આવ્યું. અહીં દુનીઆની જે સર્વોત્તમ વસ્તુઓ એકઠી થયેલી હતી તે સઘળી તેઓ પિતાનાં શહેરમાં લઈ ગયા.