________________ 48 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ડરી જાતને વૈદ્ય હતો. ઉનનાં તથા રેશમી કાપડ વણનાર વણકરે, સેનીઓ, ઝવેરીઓ ઈત્યાદી કીસબી લોકો ફૉરેન્સ જેવા બીજે કેથે હતા નહીં. તેમણે તૈયાર કરેલે માલ આખા યુરોપને મળતો. આ સઘળું છતાં એ શહેરના મુખ્ય ધંધે શરાફી પેઢીઓનો હતે. યુરોપના સર્વ રાજ્યકર્તાને અહીંના વેપારીઓ પાસેથી કરજે નાણું મળતું. ચોદમાં સંકામાં ઈગ્લેંડના ત્રીજા એડવર્ડ રાજાને ફ્રાન્સ સાથે થએલા યુદ્ધના ખર્ચ માટે તેણે અહીંથી જ વ્યાજે પૈસા લીધા હતા. બાર્ડે નામને ફૉરેન્સનો એક વેપારી હતી તે એકલા પાસેથી એડવર્ડ ત્રીસ લાખ રૂપીઆ લીધા હતા; તેમજ પેરઝી નામના એક બીજા વેપારી પાસેથી વીસ લાખ લીધા હતા. બાડનું કરજ એડવર્ડ નહીં ફીટાડવાથી તેને દેવાળું કહાડવું પડયું, અને તેમાં તેને સાડા પાંચ લાખ રૂપિઆની ખોટ ગઈ (સને 1345). વેપાર ની સાથે સાથે વિદ્યા અને કળાને પણ ઉત્તમ પ્રસાર ફલોરેન્સમાં થત હોવાથી ત્યાં મોટા મોટા નામાંકિત કવીઓ, ગ્રંથકારે અને સલાટો ઉદય પામ્યા. આગળ ઉપર પીસાનું બંદર ફર્લોરેન્સના તાબામાં આવ્યું ત્યારે દરીઆ ઉપરનો વેપાર થોડાક દિવસ તેના હાથમાં રહ્યા હતા. વેનિસને ઉદય પણ કંઈક આજ રીતે થયો હતો. ઈટાલી ઉપર ઉત્તર તરફથી રાનટી લેકે ચડી આવ્યા ત્યારે પૂર્વ કિનારા ઉપરના કેટલાક રહેવાસીઓ પિતાનાં ઘરબાર છોડી એડીઆટીક સમુદ્રમાં આવેલા આસરે સત્તર ઉજજડ અને વેરાન ટાપુઓમાં જઈ વસ્યા, અને ત્યાં મીઠું" અને માછલીને વેપાર શરૂ કર્યો. એમાં તેઓ એટલે શ્રીમંત થયા કે સાતસો આઠ વર્ષ લગી વેનિસના જેવું ધનાઢય અને બળવાન શહેર યુરેપમાં બીજું નહોતું. એ શહેર અનેક બે ઉપર આવેલું હોવાથી ત્યાંની રચના અનુપમ છે અને ત્યાં રસ્તાને બદલે હડી મારફતે જવા આવવા સારૂ નહેરે છે. અહીં સઘળે વ્યવહાર હોડીએ ચાલે છે. એ હેડીને ગેડેલા કહે છે. એ વખતે ખાવાનું મીઠું લેકે જાણીતું નહતું. ઉપવાસને દિવસે ખ્રિસ્તીઓ માછલી સિવાય બીજું કંઈ ખાતા નહીં, તેમ શીઆળામાં જાનવરનું માંસ મળવાનું મુશ્કેલ હોવાથી માછલીને ખપ