________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. પ્રકરણ 2 જું. યુરેપિઅનની શરૂઆતની ધામધુમ, 1. ઇટાલીમાંનાં પ્રજાસત્તાક સંસ્થાને. 2. ખ્રિસ્તી અને મુસલમાન પ્રજા વચ્ચે ધર્મયુદ્ધ. (ઇ. સ. 1095-1272) 3. હંસ–સંધ (Hanseatic League.) 4. રૂઢુકી અને માકપલોને પ્રવાસ. પ. પૂર્વના વેપારની નાકાબંધી. 6. અમેરિકાની તથા હિંદુસ્તાન જ વાના જળમાર્ગની શોધનું પરિણામ. 7. પ્રાચીન પ્રશ્નની કુંચી. . 1, ઇટાલીમાંનાં પ્રજાસત્તાક સંસ્થાને –અગીઆરમા સૈકાથી પંદરમા સૈકા સુધીમાં ઈટાલીમાંનાં કેટલાંક શહેરે ઘણું આબાદ થયાં. ઈટાલીનું રાજ્ય પ્રજાસત્તાક હોવાથી વેપાર તથા નાણાની લેવડદેવડને લીધે બસ ચાર વર્ષ લગી તેની મહત્તા ટકી રહી. આ નગરોમાં જીઆ, ફરેન્સ અને વેનિસ મુખ્ય હતાં. અમલ્ફી (Amalphi) નામનું ઈટાલીને દક્ષિણ કિનારે આવેલું શહેર પ્રથમ પ્રસિદ્ધિમાં આવ્યું. ત્યાંનાં મોટાં મોટા વેપારી વહાણ મિસર વગેરે ઠેકાણે માલ લેવા સારૂ જતાં હતાં. ભૂમધ્ય સમુદ્રમાં ફરનારાં વેપારી વહાણોના અરસપરસના વ્યવહારના નિયમ પ્રથમ અમલફીના વિદ્વાન પંડિતોએ બાંધી આપ્યા હતા. આ નિયમે વ્યવહારમાં ઈ. સ. 1010 માં આવ્યા. ઈ. સ. 1200 ને સુમારે છે અને પીસાએ મળી અમલી શહેરને નાશ કર્યો. આબાદ થયેલું બીજું શહેર પીસા હતું. આઠમા સૈકામાં મુસલમાને એ સાર્ડિનિઆને ટાપુ જીતી લીધો ત્યારે ત્યાંના વેપારીઓ પીસામાં આવી વસ્યા. આગળ જતાં આ વેપારીઓ પેન, આફ્રિકા, એશિઆ ઈત્યાદી ઠેકાણેના વેપારથી ધનાઢ્ય થયા. ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચે ચાલેલા ધર્મયુદ્ધમાં સામિલ થઈ પીસાના વેપારીઓએ પિતાને ધંધો તથા સંપત્તિ પુષ્કળ વધારી દીધાં. સને 1284 થી સને 1406 સુધીના અરસામાં નો આ અને ફૉરેન્સે પીસાનો નાશ કર્યો.