________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. 35 સ્થિતિ યુરેપિઅન રાજ્યોને પ્રતિકુળ હોવાથી તે સર્વેએ એકત્ર થઈ મુસલમાન સાથે યુદ્ધ શરૂ કર્યું. આ યુદ્ધ જેને કુસેડ એટલે ધર્મયુદ્ધ કહે છે, તે ઈ. સ. 1095 થી ૧૨૭ર સુધી ચાલ્યું, અને તેમાં સાત મેટી લડાઈઓ થયા પછી આખરે મુસલમાને વિજયી થયા. પૂર્વ તરફના વેપારનું મુખ્ય સ્થાન, એટલે એશિયાના પશ્ચિમ ભાગમાં આવેલા સિરિઆ વગેરે દેશ કબજે કરવાને, અને તેમ કરી દુનીઓનો વેપાર પર હાથમાંથી પિતાને તાબામાં લેવાને ખ્રિસ્તી રાજ્યને વિચાર હતા, પણ તે આ યુદ્ધમાં પાર પડશે નહીં. માત્ર આ અથાગ પ્રયત્નને લીધે પૂર્વ તરફની રીતભાત, ત્યાં ઉત્પન્ન થતી વસ્તુઓ તથા ત્યાંને વેપારી માલ પ્રત્યક્ષ રીતે ખ્રિસ્તી લેકેની જાણમાં આવ્યાં. જ્યાં સુધી કન્ટેન્ટીનોપલ મુસલમાનના હાથમાં રહ્યું ત્યાં સુધી ઉત્તર તરફના માર્ગે યુરોપને ઘણે ખરો વેપાર ચાલતું હતું. ધર્મપ્રસાર સરખું એકાદ મોટું કામ લેકે હાથ ધરે ત્યારે તેના અંતસ્થ હેતુમાં પૈસાને લેભ કેવી રીતે સમાયેલું રહે છે તે જાણવા માટે આ ધર્મયુદ્ધનું ઉદાહરણું ઉત્તમ છે. મકકે યાત્રા કરવા જાય તે વેપાર પણ કરતું આવે. ખ્રિસ્તી–મુસલમાનના ધર્મયુદ્ધમાં શરૂઆતમાં ખ્રિસ્તી લેકેને યશ મળ્યો, અને જેરૂસલમ સુમારે બસો વર્ષ લગી અને કોન્સ્ટ. ન્ટીનેપલ પચાસ વર્ષ લગી તેઓના હાથમાં રહ્યું. એ સમયે પરવામાં થતી ઉથલપાથલ તથા તેમની સંપત્તિનું મૂળ જેવાની તેમને સારી તક મળી. એંટીઓક, ટાયર વગેરે ઘણાં ધનાઢય શહેરે તેમને તાબે થયાં, ત્યાંના સંપત્તિવાન અને લક્ષાધિપતિ વેપારીઓ તેમની નજર હેઠળ આવ્યા, અને પૂર્વ તરફના કીમતી માલના વેપારનાં ધામ જોઈ તેઓની ધન તૃષ્ણ પ્રદિપ્ત થઈ. આ સર્વને ફાયદે પુષ્કળ ખ્રિસ્તી અનુયાયીઓએ લઈ લીધે, કેમકે જે લશ્કર આ યુદ્ધમાં બસો વર્ષ લગી લડતું હતું તેની સાથે ઘણું નિરૂપયોગી માણસે તેમજ વેપારી તથા બીજા લેકે પ્રદેશ જેવાને વેપાર કરવાને, અથવા જ્ઞાન મેળવવાને બહાને જતા હતા. આવા લેકેને યુદ્ધની દરકાર ન હોવાથી વેપાર અને પિસે જ તેમને મુખ્ય ઉદ્દેશ હતે."